જામનગર બેડી વિસ્તારમાં રમી રહેલા 14 વર્ષના તરૂણને એક શખ્સે ડરાવી-ધમકાવી પોતાના બાઈકમાં બેસાડીને નિર્જન સ્થળે લઈ ગયો હતો, અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાના બનાવમાં પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના બેડી વિસ્તારમાં બે દિવસ પહેલાં નિકાહના પ્રસંગેમાં આવેલા ત્રણથી ચાર તરૂણો જાહેર માર્ગ પર રમતા હતા. દરમિયાન બેડી વિસ્તારમાં જ રહેતો ઝુબેર મુસા વાઘેર નામના શખ્સે બાઇક પર આવી 14 વર્ષના એક તરુણને ડરાવી ધમકાવી બાઈક પર બેસાડીને નિર્જન સ્થળે લઈ જઇ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. બાળકે આનાકાની કરી હતી પરંતુ તેને ડરાવી ધમકાવીને બળજબરી કરી હતી. ત્યાર પછી ફરીથી બાઈકનું બેસાડીને પરત ઉતારીને ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ બાળકે તેના પિતાને રાત્રી દરમિયાન બનેલી ઘટના અંગેની જાણ કરતા પોલીસ દ્વારા બાળકની મેડિકલ તપાસ કરી અને ભોગ બનનાર બાળકના પિતાની ફરીયાદના આધારે ઝુબેર મુસા વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બાદમાં આ બનાવમાં નાશી ગયેલા ઝુબેદ મુસા નામના શખ્સ અંગેની એલસીબીના હરદીપ ધાધલ, ફીરોજ ખફી અને શિવભદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ કે.કે. ગોહિલ તથા ટીમે બેડેશ્ર્વર ગરીબનગર પાણાખાણ પાસે પ્રભુમીલની પાછળથી નરાધમ ઝૂબેદ મુસા નામના શખ્સને દબોચી લઇ સીટી બી ડીવીઝન પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.