Tuesday, December 9, 2025
Homeરાજ્યજામનગરશેરબજારમાં રોકાણના નામે લાખોની છેતરપિંડી આચરનાર શખ્સની ધરપકડ - VIDEO

શેરબજારમાં રોકાણના નામે લાખોની છેતરપિંડી આચરનાર શખ્સની ધરપકડ – VIDEO

જામનગરમાં શેરબજારમાં રોકાણ કરી ઉંચો નફો આપવાની લાલચ આપી જુદી જુદી ફેક ઇન્વેસ્ટમેન્ટ એપમાં ખોટો પ્રોફિટ બતાવી રૂા. 28.36 લાખની છેતરપિંડી આચરનાર મૂળ વિભાપરનો અને હાલ સુરતમાં રહેતાં શખ્સને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

છેતરપિંડીના બનાવની વધુ વિગત મુજબ જામનગર સાયબર ક્રાઈમ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શહેરીજનોને શેરબજારમાં રોકાણ કરી મોટો નફો કમાવવાની લાલચ આપી મૂળ વિભાપરની મધુરમ્ ટાઉનશીપમાં રહેતો અને હાલ સુરતના કતારગામમાં વસવાટ કરતો રાહુલ મનિષ વાસાણી નામના શખ્સે જુદા જુદા લોકોને વિશ્ર્વાસમાં લઇ શેરમાર્કેટમાં રોકાણ કરાવી ફેક ઇન્વેસ્ટમેન્ટ એપમાં રોકાણકારોને ખોટો નફો બતાવી અલગ-અલગ લોકો પાસેથી કુલ રૂપિયા 28,36,000 ઓનલાઈન ટ્રાન્ઝેશન કરી પોતાના બેન્ક ખાતામાં પૈસા મેળવી લીધા હતા. શેર માર્કેટમાં રોકાણના બહાને અલગ-અલગ એપમાં ખોટા પ્રોફીટ બતાવીને લોકોને રોકાણ માટે લાલચ આપી હતી. અને બાદ લોકોનો વિશ્વાસમાં લઈને નાણા મેળવી લીધા હતા. આ અંગે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ આઇ. એ. ધાસુરા, પીએસઆઇ એચ. કે. ઝાલા, એપીસી કારૂભાઇ વશરા, હે.કો. દર્શિતભાઇ સિસોદિયા સહિતના સ્ટાફએ રાહુલને સુરતમાંથી ઝડપી લઇ જામનગર લઇ આવ્યા હતા અને પુછપરછ આરંભી હતી.

- Advertisement -

હાલના સંજોગોમાં ઓનલાઈન આર્થિક ઠગાઈને લગત સાયબર કાઇમના બનાવો વધવા પામેલ છે. જેમા શેર માર્કેટમાં રોકાણ કરી ઓછા સમયમાં વધુ નફો કમાવવા લાલચ આપી તથા અલગ-અલગ ફેક ઈન્વેસ્ટમેન્ટ એપમાં ખોટો પ્રોફીટ બતાવી વિશ્ર્વાસ કેળવી. બાદ આરોપીએ શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટના બહાના હેઠળ કુલ રૂપિયા 28,36,000 અલગ-અલગ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનોથી પૈસા મેળવી લીધા હતા. જે બાબતે સાયબર કાઇમ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હતો. જે ફરીયાદના આધારે પોલીસને ટેકનિકલ ટીમની મદદથી આરોપીને શોધીને પકડી પાડેલ છે. અને તેની સામે કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસે અપીલ કરી છે કે કોઈપણ અજાણી વ્યક્તિ કે સંસ્થા પર આંધળો વિશ્વાસ ન કરો. કોઈપણ વ્યક્તિ કે સંસ્થા જે તમને ઝડપથી અને સરળતાથી ધનવાન બનાવવાનું વચન આપે છે તેનાથી સાવધાન રહો. કંપનીની માહિતી ચકાસો: કોઈપણ કંપનીમાં રોકાણ કરતા પહેલા તેની વિશ્વસનીયતા અને માર્કેટમાં તેની સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી મેળવો. આવી કોઈપણ છેતરપિંડીની જાણ તાત્કાલિક નજીકના સાયબર ફ્રાઈમ પોલીસ સ્ટેશનમાં કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular