જોડિયા તાલુકાના બાલંભા ગામમાં આજે સાંજે ગ્રામ પંચાયત ખાતે ધસી આવેલા ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ એકાએક ફાયરિંગ કરતા ગામના ઉપસરપંચ કાંતિલાલ માલવીયા નામના યુવાન ગંભીર રીતે ઘવાતા ઢળી પડ્યા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઉપસરપંચના ભાઈ નિલેશ ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે જામનગર ની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હત્યાની ઘટના ની જાણ થતાં જોડીયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જામનગરથી LCB, SOG નો સ્ટાફ હોસ્પીટલે તેમજ ઘટના સ્થળે પહોચી ગયો હતો અને આ હત્યાના પ્રાથમિક તારણમાં ઉપસરપંચનું મોત જૂની અદાવતનો ખાર રાખી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પોલીસે જિલ્લામાં નાકાબંદી કરી હત્યારાઓને ઝડપી લેવામાટે ચક્રો ગતિમાન કર્યા હતા.