દેશમાં નોટબંધીના નોટિફિકેશનને પડકારતી અરજીઓની બંધારણીય બેંચ સમક્ષ સુનાવણી થઈ હતી. જસ્ટિસ એસએ નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે સંકેત આપ્યો હતો કે તે જૂની નોટો બદલવાની સિસ્ટમ બનાવવા પર વિચાર કરશે. જો કે અમુક ખાસ કેસમાં જ પરવાનગી આપવામાં આવશે. બંધારણીય બેંચ આ મામલે 5 ડિસેમ્બરે સુનાવણી ચાલુ રાખશે. આ દરમિયાન કોર્ટે કેન્દ્રને એ જણાવવા કહ્યું હતું કે, 500 અને 100ની નોટને અમાન્ય ઠેરવતા પહેલા RBIના બોર્ડ સાથે ચર્ચા કરી હતી કે નહિ ?
આ અરજીઓમાં 8 નવેમ્બર, 2016ના નોટબંધીના નોટિફિકેશનને ગેરકાયદેસર ગણાવીને પડકારવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ વેંકટરામણીએ કહ્યું કે કોર્ટ આવો આદેશ આપી શકે નહીં. નોટબંધી બાદ નોટો બદલવાની વિન્ડો ઘણી લંબાવવામાં આવી હતી પરંતુ લોકોએ તેનો લાભ લીધો ન હતો. તેમણે કહ્યું કે કેટલાક ખાસ મામલામાં સરકાર નોટ બદલવા પર વિચાર કરી શકે છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એટર્ની જનરલે નોટબંધીની અધિસૂચનોનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, નકલી નોટની સમસ્યા અનેક ત્રાસવાદી ફંડીંગ રોકવા આ પગલું હતું.
નોટબંધી આરબીઆઈ એક્ટ, 1934ની જોગવાઈઓ હેઠળ હાથ ધરવામાં આવી હતી. આમાં કોઈ કાનૂની સમસ્યા નથી. હવે આ અરજીઓ પર વિચાર કરવો એ એક શૈક્ષણિક કવાયત છે જેનો હવે કોઈ અર્થ નથી.
અરજદાર તરફથી હાજર રહેલા વકીલે દાવો કર્યો હતો કે નવી ડિઝાઈનની રૂ. 500ની નોટ આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડની ભલામણ પહેલા જ છાપવામાં આવી રહી હતી. RTI કાર્યકર્તા મનોરંજન રોય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં રૂ. 500 અને રૂ. 1,000 ની નોટોના વિમુદ્રીકરણની નીતિની જાહેરાતના સંબંધમાં અધિકારીઓની વર્તણૂક અંગે સ્વતંત્ર એજન્સી દ્વારા સમયબધ્ધ રીતે કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની તપાસ શરૂ કરવાના નિર્દેશની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે અરજદારે 1 એપ્રિલ, 2000 અને માર્ચ 31, 2018 વચ્ચે આરબીઆઈના વાર્ષિક અહેવાલમાં આપવામાં આવેલી માહિતી અને ડેટાનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો છે.
પીઠ અમે ખાસ કેસમાં જોઈશું, અમે એક મિકેનિઝમ બનાવવાનું વિચારીશું, જેમાં ખાસ કિસ્સાઓમાં, અમે જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બદલવાનો વિકલ્પ જોઈશું. રિઝર્વ બેંક 2017 એક્ટની કલમ 4 (2) (3) હેઠળ આ કરી શકે છે.