વિશ્ર્વભરમાં ’સેવ સોઈલ’ની ઝુંબેશ ચલાવીને ઓમાનથી ભારતની ધરતી પર કદમ મૂકનારા સદગુરુ જગ્ગી વાસુદેવ કે જેઓ ખાસ વહાણ મારફતે જામનગર નજીકના દરિયે આવી પહોંચ્યા હતા, ત્યારે જામનગરની પ્રખ્યાત શ્રીજી શિપિંગ કંપની દ્વારા બે ટગ, બે ફલોટિંગ ક્રેઇન, બે હાઇડ્રા સહિતની તમામ યાંત્રિક મશીનરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી અને જે મશીનરીના માધ્યમથી ગુરુદેવ તેમજ તેમનું સ્પે. બાઇક વગેરેને જેટી પર ઉતારવા માટેની વ્યવસ્થા ગોઠવાઇ હતી. તેમજ માત્ર ગણતરીના દિવસોમાં જ કાર્ગોની જેટીને સંપૂર્ણ પણે સાફ સુથરી બનાવી દઈ લાલ જાજમ બિછાવવામાં માટેની જેટી તૈયાર કરી લેવાઈ હતી.
જામનગરના માજી રાજવી હિઝ હોલીનેઝ શત્રુશલ્યસિંહજી જાડેજા ના નિમંત્રણને માન આપીને સેવ સોઇલ માટેની વિશ્વભરમાં જુંબેશ ચલાવનારા સદગુરુ જગ્ગી વાસુદેવ કે જેઓ જામનગરના મહેમાન બન્યા હતાં. ત્યારે જામનગર ના નવાબંદર કે જે માત્ર કાર્ગો જેટી છે, જેને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી એક દિવસ માટે પ્રવાસી જેટી બનાવાઈ હતી, અને એકમાત્ર પ્રવાસી એવા સદગુરુ ને જેટી પર ઉતરાણ કરવા માટેની સમગ્ર વ્યવસ્થા ગોઠવાઇ હતી. માજી રાજવીના કહેણથી કાર્યક્રમનું નેતૃત્વ સંભાળી રહેલા એકતાબા સોઢા સાથે છેલ્લા બે-ત્રણ મહિનાથી મસલતો ચાલ્યા પછી જામનગરની શ્રીજી શિપિંગ કંપનીના અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ, મિતેશભાઇ લાલ, ક્રિષ્નરાજ લાલ, અને વિરાજ લાલ વગેરે દ્વારા જામનગરની કાર્ગો જેટી પર ગણતરીના દિવસોમાં જ સુવિધાઓ ઉભી કરી લેવામાં આવી હતી.
જામનગરની જેટી પર માઇલસ્ટોન પાવડર ઉપરાંત કોલસો વગેરેનું કાર્ગોનું કામ ચાલતું હતું પરંતુ સદગુરુના આગમનને લઇને સમગ્ર જેટી પર શ્રીજી શિપિંગ કંપનીના 55થી વધુ કર્મચારીઓને કામે લગાવાયા હતા અને નવાબંદરની જેટીને લાલ જાજમ બિછાવી શકાય તેવી સાફ સુથરી બનાવી લેવામાં આવી હતી. એટલુ જ માત્ર નહીં સદગુરુનું વહાણ જેટીથી થોડે દુરના દરિયામાં ઉભું રહે ત્યાંથી તેઓને જેટી પર લાવવા માટેની સમગ્ર વ્યવસ્થા પણ શ્રીજી શિપિંગ કંપની દ્વારા કરવામાં આવી હતી. મધદરિયેથી સદગુરુને નવાબંદરની જેટી ઉપર લાવવા માટે જુદી જુદી બે ટગ તૈયાર રખાઈ હતી, ઉપરાંત બે ફ્લોટિંગ ક્રેઇન કે જેના મદદથી તેઓનું મોટરસાયકલ કેરી ઓન કરીને પગમાં મૂકી કિનારે લાવવા માટેની વ્યવસ્થા રખાઈ હતી એટલે જ માત્ર નહીં જેટી પર પણ જુદી જુદી બે ક્રેઈનો તૈયાર રખાઈ હતી અને શ્રીજી શપિંગની ટગ મારફતે ગુરુદેવને જામનગરના નવાબંદર લાવવામાં આવ્યા હતા અને ત્યારપછી તેઓએ જામનગરમાં ઉતરાણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પોલેન્ડના શરણાર્થીઓ માટે જામનગરની જેટી માજી રાજવી દિગ્વિજયસિંહજી દ્વારા ખોલવામાં આવી હતી અને પોલેન્ડના વિદ્યાર્થીઓ સહિતના નાગરિકોને ખોરાક-પાણી નહીં પરંતુ તેઓને લાંબા સમય સુધી રોકવા માટેનો આશરો પણ માજીરાજવી દ્વારા કરાયો હતો અને તે ઇતિહાસ રચાયો હતો.
જેનું ફરીથી પુનરાવર્તન થયું છે, અને માજી રાજવીના જ પ્રયાસોથી અને ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના પ્રયાસોને લઈને કાર્ગો જેટીને ફરીથી સદગુરૂના ઉતરાણ માટે મંજૂરી મળી હતી.