Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજાહેર માર્ગો પર ઠંડીથી ઠુંઠવાતા નાગરિકો માટે હાપામાં ‘જલારામબાપાનો આશરો’

જાહેર માર્ગો પર ઠંડીથી ઠુંઠવાતા નાગરિકો માટે હાપામાં ‘જલારામબાપાનો આશરો’

જલારામ સેવા ટ્રસ્ટ-પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર તેમજ જલારામ મંદિર હાપા દ્વારા શિયાળાની ઋતુ દરમિયાનનું આયોજન

- Advertisement -

જામનગરના હાપા જલારામ મંદિર પરિસરમાં જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર, તેમજ જલારામ મંદિર હાપા દ્વારા શિયાળાની ઋતુ દરમિયાન જાહેર માર્ગોપર ઠંડીમાં ઠુંઠવાતા નાગરિકો માટે હાપાના જલારામ મંદિરમાં ’જલારામબાપાનો આશરો’ નામક સુવિધા ઉભી કરવામાં આવી છે, અને ટ્રસ્ટના વાહન મારફતે શહેરના અલગ-અલગ વિસ્તારમાં જાહેર માર્ગો પર ઠંડી માં ઠુંઠવાતા નાગરિકોને રાત્રિના સમયે હાપાના જલારામ મંદિર પરિસરમાં લઈ જવાની અને રાત્રિ રોકાણની વ્યવસ્થા કર્યા પછી સવારે પરત મૂકી આવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

- Advertisement -

’જલારામબાપા નો આશરો’ નામક સુવિધાનો રવિવાર રાત્રીથી જ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જલારામ સેવા સમિતિના ટ્રસ્ટી દ્વારા વડીલ વંદના રથને લઈને રાત્રીના સમયે જાહેર માર્ગો પર કે જ્યાં ભિક્ષુક લોકો અથવા તો વટેમાર્ગુઓ ઠંડીમાં ઠુંઠવાતા રહે છે, જેઓને આશરો મળી રહે, તે માટે તેઓને વાહનમાં લઈ જવા માટેની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે.

જે ભિક્ષુકો અથવા તો અન્ય નાગરિકો ઠંડીમાં ઠુંઠવાતા હોય તેઓને રાત્રિના સમયે વાહનમાં લઈ જઈ હાપા ના જલારામ મંદિર પરિસરમાં આશરો આપી ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, તેમજ રાત્રિ રોકાણ અને ગરમ વસ્ત્રો, સવારે ગરમ પાણી સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી લેવામાં આવી છે.

- Advertisement -

ત્યાર બાદ ફરીથી સવારે તમામને ચા-નાસ્તો કરાવ્યા પછી જે સ્થળે તેઓ રહેવાના હોય ત્યાં વડીલ વંદના રથ મારફતે પરત મુકવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જામનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં કોઈ ભિક્ષુકો અથવા તો વટેમાર્ગુઓ જાહેરમાં ઠંડીમાં ઠુંઠવાતા નજરે પડે, તો આસપાસના વિસ્તારના નાગરિકોએ હાપા જલારામ સેવા ટ્રસ્ટના રમેશભાઈ દત્તાણી-(98248 02122), નવનીતભાઈ સોમૈયા (98242 34346), અનિલભાઈ ચાવડા(91372 13220), ભાવેશ તન્ના(98246 12378) તેમજ વિરલ સોની(94275 72546)નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular