જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે 30 સ્થળે આગજનીની ઘટના બની હતી, અને તમામ સ્થળો પર જામનગર મહાનગરપાલિકા નું ફાયરતંત્ર સમયસર પહોંચી ગયું હતું, અને આગને કાબુમાં લઈ લીધી હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી, તેમજ કોઈ મોટી નુકસાની ના અહેવાલો પણ મળ્યા નથી.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા ના કારણે સાંજે 6.00 વાગ્યાથી વહેલી સવારે 6.00 વાગ્યા સુધીના 13, કલાકના સમયગાળા દરમિયાન આગજનીની 30 ઘટનાઓ બની હતી, અને ફાયર બ્રિગેડનું તંત્ર આખી રાત દોડતું રહ્યું હતું. તમામ સ્થળો પર સમયસર આગ કાબુમાં આવી ગઈ હોવાથી કોઈ જાનહાનિ ના અથવા તો મોટી નુકસાની ના અહેવાલો મળ્યા નથી.
જામનગરના બેડી બંદર રોડ પર તિરુપતિ પાર્ક -1 માં સૌપ્રથમ સાંજે 7.00 વાગ્યાના અરસામાં આગની ઘટનાનો પ્રથમ બનાવ નો સંદેશો ફાયર બ્રિગેડ શાખા ને મળ્યો હતો, અને ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી, જે સમયસર બુજાવી દીધી હતી. ત્યારબાદ જનતા ફાટક રોડ પર ખુલ્લા પ્લોટ માં કચરાના ઢગલામાં આગ લાગી હતી, જ્યારે હાપા પાસે મારુતિ સુઝુકી શોરૂમ પાસે એક ઝુપડા આગ લાગતાં ફાયરતંત્ર દોડતું થયું હતું.
ત્યારબાદ દિગ્વિજય પ્લોટ નજીક હિંગળાજ ચોકમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી, જ્યારે રાત્રિના 12.30 વાગ્યે જકાતનાકા પાસે કચરા માં આગ લાગતાં ફાયરે આગને કાબુમાં લીધી હતી. ગઈ રાત્રીના પોણાં વાગ્યાના અરસામાં ગુલાબનગરમસ ખુલ્લા પ્લોટ માં આગ લાગી હતી, અને કચરો સળગ્યો હતો. જ્યાં આગ બુજાવી હતી. આ ઉપરાંત હાપા ઉદ્યોગ નગર પાસે ખુલ્લા પ્લોટ માં કચરામાં આગ લાગી હતી.
રાત્રી ના 1 વાગ્યા ને 6 મિનિટ હિંગળાજ ચોકમાં કચરા ના ઢગલામાં આગનો સંદેશો મળતાં ફાયરતંત્ર એ દોડી જઈ આગને કાબુમાં લીધી હતી. ત્યારબાદ રાત્રિના 1.10 વાગ્યે ન્યુ સ્કૂલ પાસે આવેલા એક બિલ્ડીંગ ના ચોથા માળે જીમમાં આગ લાગી હતી. જયાં ફાયરે દોડી જઈ પાણી નો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી.
View this post on Instagram
ત્યારબાદ રાત્રિના બે વાગ્યે ને 21 મીનિટે પવનચક્કી ન્યુ જેલ રોડ પર એક ઝાડમાં આગ લાગી હતી, અને ફાયરે આગ બુજાવી હતી. રાત્રિના બે વાગ્યા ને 28 મિનિટે ગુરુદ્વારા ચોકડી પાસે કચરાના ઢગલામાં આગ લાગી હતી. ત્યારબાદ રાત્રિના 2 વાગ્યે 42 મિનિટે મોરકંડા ઘાર પાસે એક દુકાનમાં આગ લાગી હતી, અને ત્યાં પણ ફાયરે સમયસર આગને કાબુમાં લઈ લેતા નુકસાની થતી અટકી હતી. ત્યારબાદ રાત્રે આ બે વાગ્યા ને 35 મિનિટે જે જે ટાવર પાસે એક મકાનની આગ લાગી હતી, જ્યાં સમયસર આગ કાબુમાં લઈ લેતા નુકસાની અટકી હતી બે વાગ્યા ને 50 મીનીટે લાલવાડી પાસે બાવળની જાળીમાં આગ લાગતા ફાયરતંત્ર દોડતું થયું હતું અને આગ બુઝાવી હતી. ત્યાર પછી રાત્રે ત્રણ વાગ્યે અને 27 મીનીટે સ્વામિનારાયણ નગરમાં કચરામાં આગ લાગતા ફાયરે આગ બુજાવી હતી. ત્યારબાદ ગ્રેઈન માર્કેટ નજીક કડિયા વાડ વિસ્તારમાં એક સ્થળે આગ લાગી હતી, અને આગ બુજાવી હતી.
ત્યારબાદ રાત્રિના ચાર વાગ્યે 6 મિનિટે જાગનાથ પાર્કમાં બાવળની ઝાડીમાં આગ. આગન બુજાવી હતી ત્યારબાદ રાત્રિના ચાર વાગ્યે 41 મિનિટ સર્કલ પાસે કચરામાં આગ લાગતાં ફાયરે આ કાબુમાં લીધી હતી. રાત્રિના ચાર વાગ્યાની પહોંચે શુભાષ પાર્ક રોડ પર લાકડાના ઢગલામાં આગ લાગતાં ફાયરે આગને બુજાવી હતી. કોલ 30 સ્થળો પર નાની મોટી આગ ની ઘટનાઓ બની હતી, અને જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના ચીફ ફાયર ઓફિસર કે.કે બિશનોઈ ની આગેવાનીમાં 120થી વધુ ફાયરના જવાનોએ એલર્ટ મોડમાં રહીને રાત્રિભર આગ બુઝવવાની કામગીરી હાથ ધરી હતી અને તમામ સ્થળો પર જુદા જુદા ફાયર ફાઈટર લઈને પહોંચી જતાં આગ કારણે જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં કોઈ જાનહાની કે મોટી નુકસાનીના અહેવાલો મળ્યા નથી.


