જોડિયા તાલુકાના તારાણા ટોલપ્લાઝાથી પસાર થતી કાળા કલરની સ્કોર્પીયો કાર તથા સ્વીફટ કારમાં આવેલા 8 થી 10 અજાણ્યા શખ્સોએ આવીને ટોલનાકા પાસે રહેલી ખુરશીઓ અને ટોલબુથના કાચ તથા ટ્રાફિક લાઈટો તોડી નાખી રૂા.60000 નું નુકસાન પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આરંભી છે.
બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના તારાણા ગામ નજીક આવેલા ટોલપ્લાઝા પાસે શનિવારે વહેલીસવારના સાડા ત્રણ વાગ્યાના અરસામાં કાળા કલરની સ્કોર્પિયો કાર તેમાં પાછળના કાચમાં રૂદ્રાક્ષ લખેલું હતું તે અને સફેદ કલરની સ્વીફટ ડીઝાયર કારમાંથી 8 થી 10 જેટલા અજાણ્યા શખ્સો ટોલપ્લાઝાએ ઘસી આવ્યા હતાં. આ શખ્સોએ ટોલ પ્લાઝા પર ફરજ બજાવતા જીગર દિલીપજી ઠાકોર નામના કર્મચારી પાછળ દોડયા હતાં અને અજાણ્યા શખ્સોએ લોખંડના પાઈપ, લાકડાના ધોકા સાથે આવીને ટોલનાકા પાસે રહેલી ખુરશીઓ તોડી નાખી હતી તેમજ નેશનલ હાઈ-વે ઓથોરીટીના ટોલબુથના કાચ અને ટાફિક લાઈટોમાં તોડફોડ કરી હતી. આઠથી દશ જેટલા શખ્સોએ આતંક મચાવી રૂા.60 હજારનું નુકસાન કરી નાખ્યું હતું. બનાવ અંગેની જીગરભાઈ ઠાકોર દ્વારા જાણ કરાતા પીસઆઇ કે.ડી. જાડેજા તથા સ્ટાફે ટોલનાકા ઉપર તોડફોડ કરનાર અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.