Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરઆર્મી ભરતી કાર્યાલય જામનગર દ્વારા આર્મી ભરતી મેળો

આર્મી ભરતી કાર્યાલય જામનગર દ્વારા આર્મી ભરતી મેળો

- Advertisement -

ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા આગામી માસમાં આર્મી ભરતીમેળાનું આયોજન કરવામાં આવનાર છે. આ લશ્કરી ભરતી મેળામાં અગ્નીવીર સોલ્જર જનરલ ડ્યુટી (ALL ARMS) અગ્નીવીર સોલ્જર ટ્રેડમેન તમામ ટ્રેડ (ALL ARMS), અગ્નીવીર સોલ્જર ટેકનીકલ (ALL ARMS), તેમજ અગ્નીવીર સોલ્જર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનીકલ (ALL ARMS)ની કક્ષા પર ભરતી યોજાવાની છે. આ ભરતી રેલીમાં ભાગ લેવા માંગતા ફક્ત અપરણિત પુરુષ 17.5થી 21 વર્ષના ઉમેદવારે https://www.joinindianarmy.nic.in વેબસાઈટ પર તા. 22/3/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. જેમાં પ્રથમ ઓનલાઈન કોમ્પ્યુટર લેખિત પરીક્ષા આપવાની રેહશે. વધુ માહિતી માટે આર્મી ભરતી કાર્યાલય જામનગર (0288)2550734, 8866976177 અથવા રોજગાર કચેરીના હેલ્પલાઈન નંબર 0288-2564654 પર સંપર્કકરવાં મદદનીશ નિયામક રોજગાર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular