Monday, January 12, 2026
Homeસમાચારરાષ્ટ્રીયઅરૂણાચલમાં આર્મી હેલિકોપ્ટર તૂટી પડયું, બે પાયલોટના મોત

અરૂણાચલમાં આર્મી હેલિકોપ્ટર તૂટી પડયું, બે પાયલોટના મોત

અરૂણાચલ પ્રદેશમાં એક આર્મી હેલિકોપ્ટર તૂટી પડતાં બે પાયલટના મોત થયા હતા. આસામના સોનિપતથી આ આર્મી વિમાન નીકળ્યું હતું અને અરૂણાચલના તવાંગ પહોંચવાનું હતું, પહેલાં જ એનો સંપર્ક તૂટી ગયો હતો.

- Advertisement -

અરૂણાચલ પ્રદેશના કામેંગ જિલ્લામાં મંડલા નજીક આર્મીનું ચિત્તા હેલિકોપ્ટર તૂટી પડયું હતું. એમાં બે પાયલટના મોત થયા હતા. ડિફેન્સ પ્રવક્તાના કહેવા પ્રમાણે આસામના સોનિપતથી નીકળેલું વિમાન અરૂણાચલના તવાંગ પહોંચવાનું હતું, એ વચ્ચે મિનિટો સુધી એનો સંપર્ક તૂટી ગયો હતો. સંપર્ક તૂટયા પછી આર્મીની પાંચ ટૂકડીને સર્ચ ઓપરેશનમાં લગાડાઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન જ એરક્રાફ્ટનો કાટમાળ મળી આવ્યો હતો.

લગભગ ત્રણ-ચાર કલાકની શોધખોળ બાદ હેલિકોપ્ટર અને પાયલટના મૃતદેહો મળ્યા હતા. ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં કહેવાયું હતું. આર્મી અધિકારીઓએ આ ઘટનાની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular