Friday, December 5, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસશું તમે તમારા ઓછા વજનથી પરેશાન છો ? તો જાણો શું ખાવાથી...

શું તમે તમારા ઓછા વજનથી પરેશાન છો ? તો જાણો શું ખાવાથી વજન ઝડપથી વધે છે

સામાન્ય રીતે વધુ પડતા લોકોની કોમન સમસ્યા હોય છે કે વજન ઘટતું નથી પરંતુ, કેટલાંક એવા લોકો છે જે તેના ઓછા વજનના કારણે પરેશાન છે અને શરીર શુષ્કતાના કારણે હાડપિંજર સમાન લાગે છે ત્યારે આવા લોકો માટે શું ખાવાથી વજન ઝડપથી વધે છે જાણીએ…

- Advertisement -

શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે આહારમાં ઘણી વસ્તુઓનો સમાવેશ કરીએ છીએ પરંતુ પાતળા અને વધુ પાતળા લોકોએ શું ખાવું જોઇએ તે મહત્વનું છે જ્યારે આજના સમયમાં મોટાભાગના લોકો સ્થુળતાથી પીડાતા હોય છે ત્યારે કેટલાંક લોકો વજન વધારવા માટેની માહિતી શોધતા પણ જોવા મળે છે ત્યારે તેવા લોકો માટે વજન વધારવા માટે ચણા સાથે ખજુરનું સેવન ઉત્તમ છે. ચણા અને ખજુર બન્ને સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક છે. સવારે ખાલી પેટે ત્રણ-ચાર ખજુર સાથે મુઠ્ઠીભર શેકેલા ચણાનું સેવન કરી શકો છો.

ચણા પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે અને પ્રોટીન શરીર માટે ખુબ જ મહત્વનું છે. શેકેલા ચણા ખાવાથી વજન સરળતાથી વધી શકે છે તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષકતત્વો હોય છે. જે શરીરને ઘણાં ફાયદા પહોંચાડવામાં મદદરૂપ થાય છે.

- Advertisement -

જ્યારે ખજૂરમાં કેલરી, કાર્બોહાઇડે્રટસ, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષકતત્વો હોય છે. જે સ્વસ્થ રીતે વજન વધારવામાં મદદ કરે છે. ત્યારે જરૂરી એ છે કે વજન વધારવા માટે યોગ્ય રીતે કેવો આહાર લેવો જોઇએ. ખાલી કેલરીવાળા ખોરાક લેવાનું ટાળવું જોઇએ જયારે પ્રોસેસ્ડ જંકફુડ ખાવનું લલચાવનારું હોય છે. જેમાં કેલરી વધુ હોય છે અને પોષકતત્વ ઓછું હોય છે જે બિનઆરોગ્યપ્રદ રીતે વજન વધારે છે ત્યારે આ રીતનો ઉપયોગ કરવો હિતાવહ નથી. ખોરાક હંમેશા એવો લેવો જોઇએ કે જે સંતુલિત હોય કાર્બોહાઈડે્રટ્સ, પ્રોટીન અને ચરબીનો સંતુલિત આહાર બનાવવો જોઇએ. જેમને એક સાથે ભોજન લેવામાં મુશ્કેલી પડે છે તેઓએ ત્રણ મોટા ભોજનના બદલે 5-6 વખત નાના નાના ભોજન કે આહાર લેવાનું રાખવું જોઇએ.

- Advertisement -

અસરકારક રીતે વજન વધારવા માટે એવી ખાવાની વ્યુહરચનાઓ જરૂરી છે જે ફકત કેલરીનું જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પોષકતત્વોને સંતુલિત રાખો.

(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular