Monday, January 12, 2026
Homeહેલ્થ એન્ડ વેલનેસસ્ટ્રેચમાર્ક્સથી પરેશાન છો ??? જાણો કેવી રીતે પડે છે સ્ટ્રેચમાર્ક્સ...??

સ્ટ્રેચમાર્ક્સથી પરેશાન છો ??? જાણો કેવી રીતે પડે છે સ્ટ્રેચમાર્ક્સ…??

આપણા શરીર પર ઘણી વખત અમુક રેખાઓ જોવા મળે છે. જેને આપણે સ્ટ્રેચમાર્ક્સ કહીએ છીએ. લગભગ લોકો આ સ્ટ્રેચમાર્ક્સથી પરેશાન હોય છે. ત્યારે આ સ્ટ્રેચમાર્ક્સ પડે છે. કેવી રીતે તે જાણીએ સ્ટ્રેચમાર્ક્સ એ ખૂબ સામાન્ય સમસ્યા છે. તેનાથી ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. ઉમર સાથે ઘણાં લોકોને સ્ટ્રેચમાર્ક્સ હળવા પડે છે તો ઘણાંને વધારે ઉંડા પડે છે.

- Advertisement -

ડો. રૂબિન જણાવે છે કે સ્કીન પર ઓવર સ્ટ્રેચિંગ થાય છે. ત્યારે સ્કીનની નીચલી ત્વચા પર કપ્સ પડે છે. જેના કારણે શરીર પર સ્ટ્રેચમાર્ક્સ પડે છે જે જેનેટિક કારણો, હોર્મોનલ ચેન્જના કારણે, અચાનક વજન વધવાથી કે ઘટવાથી સ્ટ્રેચમાર્ક્સ પડે છે. મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. જ્યારે તેમના જીવનની જુદી જુદી અવસ્થા ટીનએજ, પ્રેગનન્સી, મોનોપોસ, વગેરે ત્યારે આ સ્ટેચમાર્કસ થતા જોવા મળે છે. યુવતીઓમાં સામાન્ય રીતે બ્રેસ્ટ, પેટ, સાથળ અને સીટના ભાગ પર સ્ટ્રેચમાર્ક્સ વધુ જોવા મળે છે જ્યારે યુવકોમાં સોલ્ડર, લોવર બેક અને સાથળ પર જોવા મળે છે. સ્ટેચ માર્કસ એ કોઇ બિમારી નથી પરંતુ તેનો દેખાવ લોકોને ડીસ્ટર્બ કરી દે છે.

સ્ટ્રેચમાર્ક્સથી રાહત મેળવવા શું કરવું જોઇએ? જેમ કે જ્યારે તે શરૂઆતી તબક્કાં રીડકલરના હોય ત્યારે તેની ટ્રીટમેન્ટ શરૂ કરો. બીજુ એકદમથી જ એક સાથે વજન વધારવું કે ઘટાડવું નહીં. લેસર ટ્રીટમેન્ટ, બાયોથેરાપી, વગેરેથી સ્ટ્રેચમાર્ક્સ ઓછા કરી શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular