ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. પરિણામે છેલ્લા ઘણા મહિનાથી મહાનગરોમાં રાત્રી કર્ફ્યું લગાવી દેવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના કેન્દ્રસાશિત પ્રદેશોમાં પણ કોરોના વાયરસના કેસો વધી રહ્યા હોવાથી દાદરા નગરહવેલી અને દિવ-દમણમાં આજ રાત્રીના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યું લગાવી દેવામાં આવશે.
કેન્દ્રસાશિત પ્રદેશ દિવ અને દમણ, દાદરા નગર હવેલીમાં કોરોનાએ ફરી પગ પેસારો કર્યો હોવાથી સ્થાનિક પ્રશાસન દ્રારા આજથી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં રાત્રિ કરફ્યૂ લાગુ થયો છે. આજથી ત્રણેય પ્રદેશોમાં રાતે 10થી સવારના 5 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. કોરોના ગાઈડલાઈનનું પણ સખ્ત પણે પાલન કરવાનુ રહેશે. ઉપરાંત અહીં આવનાર પ્રવાસીઓએ પણ તમામ ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે. રાત્રી કર્ફ્યુંનું ઉલ્લંઘન કરનાર શખ્સો વિરુધ પોલીસ દ્રારા કડક પગલા લેવામાં આવશે. 26 માર્ચ થી 30 એપ્રિલ 2021 સુધી અને ત્યારબાદ પ્રશાસન નાં નવા આદેશ સુધી આ નિર્ણય યથાવત રહેશે. આ ઉપરાંત આગામી હોળી અને ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં લઇને સામુહિક જમાવડા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગઈકાલના રોજ 26 જેટલા કેસ નોંધાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.