નેચરલ ન્યુટ્રીઅન્સ જે આપણને પ્રાકૃતિક સ્ત્રોતમાંથી મળે છે જ્યારે સીન્થેટિક સપ્લીમેન્ટસ જે લેબોરેટરીમાં તૈયાર થતા હોય છે જે એક આઈસોલેટ ફોર્મમાં જોવા મળે છે ત્યારે સામાન્ય રીતે આપણને પ્રશ્ન થાય છે કે પ્રાકૃતિક સ્ત્રોતમાં પોષકતત્વો વધુ અસરકારક હોય છે કે સપ્લીમેટસ રૂપમાં વધું ? ત્યારેચાલો જાણીએ એકસપર્ટસ શું કહે છે.
ડાયટેશિયન કોમલ મલીક કહે છે કે, જો તમે સમુલિત આહાર લો છો તો તેમાંથી તમને શરીરને જરૂરી તમામ પોષકતત્વો મળી રહે છે. પરંતુ, જો તમે સમતોલ આહાર નથી લેતા તો તમારા શરીરને જરૂરી પોષકતત્વોના સપ્લીમેન્ટ્સ લેવા પડે છે. પરંતુ આ સીન્થેટિક સપ્લીમેન્ટસ ડોકટરની સલાહ મુજબ લેવા જોઇએ. કારણ કે, જો આ સપ્લીમેન્ટસની માત્રા વધી જાય તો તે શરીરને ફાયદા કરતા નુકસાન વધુ કરે છે. અને શરીરમાં ટોક્સિસિટી વધી જતી હોય છે. જેની અસર લીવર પર પડી શકે છે અને સાઈડ ઇફેકટના રૂપે ઉલ્ટી થવી, ચકકર આવવા જેવી ઘટના બની શકે છે.
માટે જેની ડાયેટ બરોબર હોય તે વધુ સારું છે. નેચરલ પોષકતત્વો લઇ શકાય તે શરીર માટે વધુ સારું છે. પરંતુ જો અમુક વખતે આપણે નેચરલ પોષકતત્વો નથી લઇ શકતા તો ત્યારે સીન્થેટિક સપ્લીમેન્ટસ ડોકટરની સલાહ મુજબ લઇ શકાય છે.