દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 4600 કરોડ રૂપિયાની ચુકવણી કરશે. અનિલ અંબાણીની રિલાયન્સ ઈફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે દિલ્હી મેટ્રો સામે ચાર વર્ષ જુનો એક કેસ જીતી લીધો છે. આ કેસ આર્બિટ્રેશન એવોર્ડથી ધન નિયંત્રણને લઈને હતો. જેને લઈને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કહેવું છે કે તેણે ઉધારદાતાઓને બાકી રકમ ચુકવવા માટે નાણાની જરૂર છે. સુપ્રીમ કોર્ટની બે ન્યાયાધિશોની પેનલે 2017ના આર્બિટ્રેશન એવોર્ડને અનિલ અંબાણીની કંપનીના પક્ષમાં યથાવત રાખ્યો હતો. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વાર્ષિક અહેવાલ પ્રમાણે આ રકમ વ્યાજ સહિત 46.6 અબજ રૂપિયાથી વધુની છે.
કોર્ટનો નિર્ણય અનિલ અંબાણી માટે મહત્વની જીત છે. કારણ કે તેની દુરસંચાર કંપની દેવાળું ફૂંકવાની કગારે છે અને દેશમાં સૌથી મોટા ઋણદાતા દ્વારા દાખલ એક વ્યક્તિગત નાદારીનો કેસ લડી રહ્યા છે. કોર્ટના આદેશ બાદ રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં પાંચ ટકાનો વધારો થયો છે. કંપનીના વકીલોએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે રિલાયન્સ કર્જદાતાઓને રકમની ચુકવણી માટે નાણાનો ઉપયોગ કરશે. ત્યારબાદ શીર્ષ અદાલતે બેન્કોને કંપનીના ખાતાને એનપીએ બતાવવાથી રોકી હતી. મામલામાં અંતિમ નિર્પય ઉધારદાતાઓ ઉપરના અદાલતી પ્રતિબંધોને પણ હટાવે છે.
રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે 2008મા દિલ્હી મેટ્રો સાથે પહેલો પ્રાઈવેટ સિટી રેલ પ્રોજેક્ટ 2038 સુધી ચલાવવાનો કરાર કર્યો હતો. 2012મા શુલ્ક અને સંચાલન ઉપર વિવાદો બાદ અંબાણીની કંપનીએ દિલ્હીના એરપોર્ટ મેટ્રો પ્રોજેક્ટનું સંચાલન બંધ કર્યું હતું અને દિલ્હી સામે આર્બિટ્રેશનનો મામાલો શરૂ કર્યો હતો. મેટ્રોએ કોન્ટ્રાક્ટના ઉલ્લંઘનનો આરોપ મુકતા ટર્મિનેશનની ફી માગી હતી. રિલાયન્સ ઈન્ફ્રાએ એરપોર્ટ મેટ્રો લાઈનના નિર્માણમાં અમુક ખામીનો ઉલ્લેખ કર્યો હતો. કંપનીના કહેવા પ્રમાણે દિલ્હી મેટ્રો ખામીઓને દૂર કરવામાં નિષ્ફળ રહી હતી. ત્યારબાદ 2013મા ડીએએમપીએલએ મેટ્રો સાથે પોતાનો કોન્ટ્રાક્ટ પૂરો કરવાનો નિર્ણય લીધો હતો અને જુલાઈ 2013મા દિલ્હી મેટ્રોએ એરપોર્ટ લાઈનનું સંચાલન પોતે શરૂ કર્યું હતું.
અનિલ અંબાણીનાં ખિસ્સામાં આર્બિટ્રેશન એવોર્ડ
ઉધારી ચૂકવવા દિલ્હી મેટ્રો અનિલ અંબાણીના ખિસ્સામાં મૂકશે રૂા.4600 કરોડ