કૃષિમંત્રી રાઘવજી પટેલની ભલામણથી જામનગર જિલ્લાના વિવિધ વિકાસ કામોને મંજુરી અપાઈ છે. જેમાં 15માં નાણાપંચ હેઠળ રૂ.2કરોડ 20લાખના, વિવિધ વિકાસના કામોને મંજુરી અપાઈ છે.
જેમાં 15માં નાણા પંચ હેઠળ જાંબુડા, ખીજડીયા, અલીયા, મોડપર, વિભાપર, ધુવાંવ, ખોજાબેરાજા, નાઘેડી, બેડ, ચેલા, વિરપર, ચંદ્રગઢ, આમરા તથા નવાનાગના ગામ ખાતે ભુગર્ભ ગટરનુ કામ, નેવીમોડા, નાનીલાખાણી, મોટીલાખાણી, ધીરજલાલ ચાંદ્રાની વાડી પાસેના હોકળા પર, સામજીભાઈની વાડીની બાજુમાં હોકળા પર, દડીયા સ્મસાનવાળા રસ્તે હોકળા પર તથા બિજલપર ખાતે કોઝવેનુ કામ તેમજ વાવડી, કુન્નડ અને હડીયાણા ગામે સી.સી.ટી.વી. કેમેરાનુ કામ અને લોઠીયા ગામે હરીપર જતા, જોડીયાથી લક્ષ્મીપરા જતા તેમજ શંકરટેકરીમાં આવેલ શંકર ભગવાનના મંદીરથી સ્વામીનારાયણ મંદીર જતા રસ્તા પર પુલીયાનુ કામ અને મોટીબાણુગર ખાતે ઈંદિરા આવાસ વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઈનનુ કામ તેમજ બીજલકા ગામે કોઝવેનું કામ વગેરે વિકાસ કામોને કૃષિમંત્રીની ભલામણથી મંજુરી આપવામાં આવી છે.