ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જામનગર મહાનગરપાલિકાની ટી.પી. સ્કીમ નં. 11ને મંજુરીની મ્હોર મારતા જામનગર 78ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્વારા આભારની લાગણી સાથે અભિનંદન પાઠવ્યા હતા. આ સ્કીમને મંજુરી મળતા જામનગર મહાનગરપાલિકાને વિકાસનો વેગ મળશે. નગરસીમના વિસ્તારોમાં અનેક શહેરીજનોને આરોગ્ય, શિક્ષ્ણ, બાગ-બગીચા, રોડ-રસ્તા સહિતની સુવિધા ઉપલબ્ધ થશે તેમ ધારાસભ્ય હકુભા જાડેજાએ જણાવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ 40 વર્ષે જામનગર મ્યુનિસિપાલ કોર્પોરેશનની પોતાની કોઈ ટી.પી. સ્કીમને મંજુરી મળી છે. મહાનગરપાલિકા દ્વારા રજુ કરવામાં આવેલ ચાર ટી.પી. સ્કીમો પૈકી ટી.પી. સ્કીમ નં. 11ને રાજય સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે, જયારે ટી.પીે. સ્કીમ નં. 20, 21, ર3 હાલ મંજુરીની પ્રક્રિયામાં છેે. જામનગર શહેરમાં હાલ જે ટી.પી. સ્કીમ અમલમાં છે તે તમામ જામનગર વિસ્તારવિકાસ સત્તામંડળ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ મંજુર કરેલી આ ટી.પી. સ્કીમને પિરણામે કુલ 24.31 હેકટર્સ જમીન સામાજિક અને આર્થિક રીતે નબળા લોકોના આવાસ માટે સંપ્રાપ્ત થવાની છે. જામનગર મ્યુનિસિપાલ કોર્પોરેશનની મુસદારૂપ ટી.પી. સ્કીમ-11માં 9.24 હેકટર્સ જમીન ઉપલબ્ધ થશે. જામનગર મ્યુનિસિપાલ કોર્પોરેશનની મુસદારૂપ ટી.પી. સ્કીમ-11માં ખુલ્લી જગ્યા, બાગ-બગીચા તથા રમત-ગમતનાં મેદાન માટે 1.57 હેકટર્સ, જાહેર સુવિધા માટે પ.પ6 હેકટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે આશરે 16.1પ હેકટર્સ જમીન મળીને કુલ આશરે 36.33 હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે.
જામનગર ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્ભાઈ પટેલ રાજયના નગરો-મહાનગરોના આયોજનબધ્ઘ વિકાસની જેમ સાકાર કરતાં 1 પ્રિલીમરી અને 4 ડ્રાફટ મળીને કુલ-પ ટાઉન પ્લાનીંગ સ્કીમ એક જ દિવસમાં મંજુર કરેલ છે. જામનગર મ્યુનિસિપાલ કોર્પોરેશનની મુસદારૂપ ટી.પી. સ્કીમ નં. 11 જામનગરનો સમાવેશ થાય છે, જેથી જામનગર મહાનગરપાલિકાના શહેરીજનો વતી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો હતો.