જામનગર નજીક આવેલા જુના નાગના અને નવા નાગના ગામને જોડતો પુલ બનાવવા સતત ત્રીજી વખત ટેન્કર પ્રક્રિયા કરવામાં આવી છે. અગાઉ આ કામ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા, ટેન્ડર પ્રક્રિયા થઈ, કામ મંજુર થયુ અને પુલ બનાવવાની મુદત પણ પુર્ણ થઈ પરંતુ ત્યાં સુધી પુલનુ કામ શરૂ ના થયુ. ત્યારે ગ્રામજનો માંગ કરી રહ્યા છે વર્ષો જુની માંગણી છે અને મંજુર થયેલ પુલ છે તે વહેલી તકે બને. સ્થાનિકોની માંગણી અનુસાર સરકાર ગ્રાન્ટ આપી છે. અને ટેન્ડર પ્રક્રિયા પણ કરી, 3 વર્ષમાં ત્રીજી વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી. આ વખતે માત્ર ટેન્ડર પ્રક્રિયા પુરતી મર્યાદિત ના રહીને વાસ્વતમાં પુલ બને તેવી માંગ કરી રહ્યા છે.
સરકાર દ્રારા ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે વિવિધ યોજનાઓ અને ગ્રાન્ટ આપતી હોય છે. પરંતુ સરકારી કામ કેટલાક ગોકળગાયની ગતિએ ચાલતા હોય છે. પરંતુ કેટલીક વાર સરકારી કામ મંજુર થયા હોય તો પણ શરૂ કરવામાં આવતા નથી. આવો જ બનાવ જામનગર તાલુકાના નવા નાગના અને જુના નાગના વચ્ચેના પુલના કામમાં જોવા મળ્યુ. જે પુલ બનાવવા માટે સરકારે અંદાજે 2.40 કરોડનો ખર્ચ મંજુર કર્યો હતો. અને 11 માસમાં પુલ તૈયાર કરવાની મુદત હતી. જે ગત 24-ઓકટોબરના રોજ પુર્ણ થઈ ગઈ હતી. પરંતુ હજુ સુધી પુલ બનાવવા માટેની કોઈ કામગીરી થઈ નથી. ફરી ટેન્ડર પ્રક્રિયા કરી અંદાજે કરોડ ખર્ચે મંજુર થયુ છે. ચોમાસા બાદ પુલ બનાવવાની કામગીરી શરૂ થશે.
પુલના બનતા ગ્રામજનોને હાલાકી નવા નાગના જવા માટે જુના નાગનાથી વચ્ચે બેઠો પુલ આવે છે. જે ચોમાસા દરમિયાન નદીના પાણી ફરી વળતા દિવસો સુધી રસ્તો બંધ રહેતો હોય છે. નવાનાગના ગામ બેટમાં ફેરવાય જાય છે. નવાનાગના ગામથી બહાર અવર-જવર માટે મુશકેલી થાય છે. ખાસ કરીને કોઈ ઈમરજન્સી હોય ત્યારે ગામથી શહેરમાં આવવા માટે મુશકેલી થાય છે. વર્ષોથી આ મુશકેલીના માટે વારંવાર રજુઆતો કરવામાં આવી હતી. ચોમાસામાં નદીમાં પાણી ફરી વળતા પુલ પરથી અવર-જવર મુશકેલ બને છે. અને ખાસ કરીને શિક્ષણ માટે બાળકો ગામમાંથી બહાર જઈ શકતા નથી. તો બહારના શિક્ષકો ગામમાં જઈ શકતા નથી. તેમજ મેડિકલ ઈમરજન્સી વખતે મુશકેલી થતી હોય છે. નવા નાગના વિભાપર, સેન્ચુરી, તરફ દૈનિક હજારોની સંખ્યામાં લોકો પુલ પરથી અવરજવર કરતા હોય છે.
ત્રીજી વખત ટેન્ડર પ્રક્રિયા માત્ર ટેન્ડર પુરતી ના રહીને વાસ્તવમાં પુલ બને તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. અને ચોમાસામાં થતી મુશકેલીનો કાયમી ઉકેલ આવે તેવી આશ સ્થાનિકો લગાવી રહ્યા છે


