Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતરાજ્યની 5 મહાનગર પાલિકાઓમાં ગગનચુંબી ઈમારતોના નિર્માણને મંજુરી

રાજ્યની 5 મહાનગર પાલિકાઓમાં ગગનચુંબી ઈમારતોના નિર્માણને મંજુરી

- Advertisement -

ગુજરાતમાં આઇકોનિક બિલ્ડિંગ સ્ટ્રકચરના નિર્માણનો માર્ગ વધુ સરળ બન્યો છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણએ આઇકોનિક બિલ્ડિંગ સ્ટ્રકચર નિર્માણ અંગેના જાહેરનામાને આખરી-ફાઈનલ મંજૂરી આપી દીધી છે.

- Advertisement -

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી સ્કાય રાઇઝડ આઇકોનિક ઇમારતોના બાંધકામ માટેના સીજીડીઆર-2017ના રેગ્યુલેશનમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામા અન્વયે આવેલા વાંધા સુચનોને ધ્યાને લીધા બાદ આ જાહેરનામાને આખરી મંજૂરી આપી છે. આ અગાઉ 18 ઓગસ્ટ 2020ના દિવસે રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ, ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી આપવા માટેની જાહેરાત કરવા સાથે પ્રાથમિક જાહેરનામું-પ્રાયમરી નોટિફીકેશન મંજૂર કર્યુ હતું અને આ સંદર્ભમાં વિભાગ દ્વારા વાંધા-સૂચનો મંગાવવામાં આવેલા હતા.

ત્યારે હવે સ્કાય રાઇઝડ આઇકોનિક ઇમારતોના બાંધકામ માટેના સીજીડીઆર-૨૦૧૭ના રેગ્યુલેશનમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામા અન્વયે આવેલા વાંધા સુચનોને ધ્યાને લીધા બાદ આ જાહેરનામાને આખરી મંજુરી મળી ગઈ છે. એટલું જ નહિ દેશ અને દુનિયાના અન્ય શહેરો સાથે ગુજરાતના શહેરો પણ પોતાની આગવી ઓળખ ધરાવતા હાઇરાઇઝડ આઇકોનિક સ્ટ્રકચર બાંધી શકશે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular