રેલ સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડીવીઝનના 4 કર્મચારીઓને રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમારે સન્માનિત કર્યા હતા. આ કર્મચારીઓને નવેમ્બર-2022, એપ્રિલ-2023 અને મે-2023 મહિનામાં રેલવે સેફ્ટીમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એવોર્ડ મેળવનાર કર્મચારીઓની દીપક ટિકમે (સ્ટેશન માસ્ટર-દલડી), અભિનંદન કુમાર (ગેટ મેન-એલસી177), આસિફ એચ (ટ્રેન મેનેજર-મોરબી) અને કરણ કુમાર સિંઘ (સ્ટેશન માસ્ટર-જાલિયા દેવાણી) છે. ઉપરોક્ત રેલવે કર્મચારીઓએ તકેદારી અને સાવચેતી સાથે કામ કરીને, સંભવિત રેલ અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેમાં રેલના ફ્રેક્ચર નોટિસ કરવું, લટકતા ભાગો નોટિસ કરવા, સ્મોકિંગ નોટિસ કરવું, સ્પાર્કિંગ નોટિસ કરવું, વગેરે જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. તેમની સતર્કતાને કારણે સંભવિત અકસ્માતો ટળી ગયા હતા.
આ પ્રસંગે સીનિયર ડિવિઝનલ સેફટી ઓફિસર એન.આર. મીના, સીનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર આર.સી. મીણા અને સીનિયર ડિવિઝનલ ઈજનેર (સંકલન) ઈન્દ્રજીત સિંહ ઉપસ્થિત રહ્યા હતા.