જામનગરમાં બે વખત ચુંટણી ઇન્ચાર્જ તરીકે ભારતીય જનતા પાર્ટી વતી જવાબદારી સંભાળી ચુકેલા અને હાલમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચીવ તરૂણ ચુગની ભાજપા દ્વારા રાષ્ટ્રપતિ ચુંટણી સમિતિમાં નિમણુંક થતા જામનગર શહેર માટે ગૌરવની વાત છે.
આગામી સમયમાં ભારતના મહામહિમ રાષ્ટ્રપતિની ચુંટણી યોજાનાર છે. જેને લઇ ભારતીય જનતા પાર્ટી સહિતના રાષ્ટ્રીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિની ચુંટણીને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા 14 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં જામનગરમાં વર્ષ 2007 અને 2014માં ચુંટણી ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સંભાળી ચુકેલા અને હાલમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરીકેની જવાબદારી સંભાળતા તરૂણ ચુગની પણ નિમણુંક કરવામાં આવી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ સંભાળી ચુકયા છે. તેમની આ નિમણુંકથી જામનગર શહેરનું પણ ગૌરવ વધ્યું છે.