રબારી સમાજના ગુજરાત પ્રદેશના શિક્ષણ સંગઠન વિહોતર વિકાસ મંચ દ્વારા જામનગરના યુવા કાર્યકર અને સમાજ માટે દરેક ક્ષેત્રમાં કાર્યરત એવા સચિનભાઈ રબારીની જામનગર જિલ્લાના પ્રમુખ તરીકે ગુજરાત પ્રદેશ પ્રમુખ અજયભાઇ દેસાઈએ નિમણૂંક કરી છે.
સચિનભાઇ રબારી સમસ્ત રબારી સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જામનગરના ટ્રસ્ટી છે. તથા છેલ્લાં ઘણાં વર્ષોથી રબારી સમાજમાં શિક્ષણ સમાજ ઉત્કર્ષના કાર્યો કરી રહ્યા છે તેમની સમાજ પ્રત્યેની ભાવના અને સેવાકીય લાગણીનો પરામર્શ જોઇને વિહોતર વિકાસ મંચમાં તેમની નિમણૂંક કરાઇ છે. ત્યારે સમગ્ર રબારી સમાજ ગૌરવ અનુભવે છે.