આજ રોજ નગરપાલિકાની પ્રથમ બોર્ડની બેઠકમા ભાજપના સર્વે ચૂંટાયેલા સભ્યો દ્વારા સર્વાનુ મતે પ્રમુખ તરીકે જલ્પાબેન બાંભણીયા અને ઉપપ્રમુખ પદે ચંદ્રેશ જોશી તથા કારોબારી ચેરમેન જયાબેન બાબુભાઇ ડાભી તથા સાસકપક્ષના નેતા ઇશ્રવરભાઇ, દંડક તરીકે ઉષાબેન દુધાત નિમણુક કરવામાં આવી છે.
ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના માર્ગદર્શન હેઠળ આ વરણી થઇ હતી. આ તકે તેમા ગીરસોમનાથ જિલ્લા મંત્રી રાજુભાઇડાભી, ઉના શહેર પ્રમુખ મતેશભાઈ શાહ મયકભાઇ જોષી, વિજયભાઇ જોષી સહિત આગેવાનો સભ્યો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.