ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હોદ્ેદારોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં નવનિયુક્ત હોદ્ેદારોમાં જામનગરને પણ નોંધપાત્ર પ્રતિનિધિત્વ મળ્યું છે.જામનગરમાંથી ડો. દિનેશ પરમાર અને ભીખુભાઇ વારોતરીયાને ઉપપ્રુમખ તથા જનરલ સેક્રેટરીમાં બિપેન્દ્રસિંહ જાડેજા અને સારાહાબેન મકવાણા તથા જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે જીવણભાઇ કુંભારવડીયાની પુન: નિમણૂંક કરવામાં આવી છે.
ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભા ચૂંટણીની તૈયારી કરવામાં આવી રહી છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રમુખ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં નવા હોદ્ેદારોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં 25 પ્રદેશ ઉપપ્રમુખ, 75 જનરલ સેક્રેટરી તથા પાંચ પ્રોટોકોલ્સની નિમણૂંક કરવામાં આવી છે. આ હોદ્ેદારોની નિમણૂંકમાં જામનગરને પણ નોંધપાત્ર પ્રતિનિધિત્વ મળ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત 25 પ્રદેશ ઉપપ્રમુખ પૈકી જામનગરમાંથી ડો. દિનેશભાઇ પરમાર તથા ભીખુભાઇ વારોતરીયાની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત 75 જનરલ સેક્રેટરી પૈકી જામનગરમાંથી સારાહાબેન મકવાણા તથા બિપેન્દ્રસિંહ જાડેજાની પણ નિમણુંક કરવામાં આવી છે.
આ ઉપરાંત જામનગર જિલ્લા પ્રમુખ સહિત કુલ 19 શહેર જિલ્લાના પ્રમુખોની પણ નિમણૂંક કરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લા પ્રમુખ તરીકે જીવણભાઇ કુંભારવડીયાની પુન: નિમણૂંક કરવામાં આવી છે.