રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ચૂંટણી આચાર સંહિતા અમલમાં આવે તે પૂર્વે જામનગરના પીઆઇ કે.એલ. ગાધે, કે.જે. ભોયે, યુ.એચ. વસાવા તથા દ્વારકાના પી.બી. ઝાલા સહિત રાજ્યના 113 પોલીસ ઇન્સ્પેકટરોની બદલીના હુકમો કરવામાં આવ્યા હતાં.
જામનગરમાં ત્રણ પીઆઇ તથા દ્વારકાના એક પીઆઇ સહિત રાજ્યના 113 પોલીસ ઇન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે. જેમાં જામનગરના પીઆઇ કે.એલ. ગાધે અને કે.જે. ભોયેની સુરત તથા યુ.એચ. વસાવાની અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત દ્વારકાના પી.બી. ઝાલાની પણ અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે. ગાંધીનગરમાં પો.ઇ. તરીકે ફરજ બજાવતાં એચ.પી. ઝાલા, આણંદના વાય.આર. ર્ચૌહાણ, સાબરકાંઠાના પી.એલ. વાઘેલા, સુરત ગ્રામ્યના ડી.કે. ચૌધરી અને બોટાદના જે.વી. ચૌધરીની જામનગર ખાતે નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ પશ્ર્ચિમ ભૂજના એચ.એસ. ચાવડાની દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે બદલી કરવામાં આવી છે.