રાજ્ય સરકારના ગૃહ વિભાગના અધિક સચિવ દ્વારા બે પોલીસ ઇન્સ્પેકટરોને બઢતી સાથે બદલી કરવામાં આવી છે. તેમજ અન્ય બે ડીવાયએસપીઓની બદલીના ઓર્ડરો કરાયા છે.
ગુજરાતના ગૃહ વિભાગના અધિક સચિવ નિખિલ ભટ્ટ દ્વારા અમદાવાદમાં રેલવે પોલીસમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતાં નિલમબેન બી. ગોસ્વામીની અમદાવાદથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને ગાંધીનગર આઇબીમાં વીઆઇપી સિક્યુરીટીમાં ફરજ બજાવતાં ડીવાયએસપી જગદીશસિંહ પી. ભંડારીની અમરેલી ખાતે બદલી કરવાના ઓર્ડરો કરાયા છે. જ્યારે પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં આઇ.એમ. કોઢિયા અને આર.એ. ડોડીયાને ડીવાયએસપી તરીકે બઢતી સાથે બદલી કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં આઇ.એમ. કોઢિયાને અમદાવાદમાં રેલવે પોલીસમાં ખાલી પડેલી જગ્યા ઉપર જ્યારે આર.એ. ડોડીયાને અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યા ઉપર નિમણૂંક કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે.