બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અસાધારાણ સભા ચેરમેન કિશોરકુમાર ત્રિવેદીના અધ્યક્ષપદે યોજાઇ હતી. જેમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઇ પટેલને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના તમામ મેમ્બરો દ્વારા રજૂ થયેલ તેમજ એજન્ડા ઉપર ઉંડાણપૂર્વક ચર્ચા-વિચારણાના અંતે સર્વાંનુમત્તે ઠરાવ કરાવમાં આવેલ કે, દિલીપભાઇ પટેલ (રાજકોટ)ને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય તરીકે રદ્ કરવામાં આવે છે અને સર્વાંનુમત્તે હવે પછીથી તેઓ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય ગણાશે નહીં.
વધુમાં આ એજન્ડાના ભાગરુપે સર્વાંનુમત્તે મનોજ એમ. અનડકટ (જામનગર)ને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર તરીકે સર્વાંનુમત્તે ચૂંટીને જાહેર કરવામાં આવ્યા હતાં અને હવે પછીથી તેઓ મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની તમામ જવાબદારી અને કામકાજ સભાળશે.
અન્ય વિષયો ચેરમેન તરફથી રજૂ થયા હતાં. જેમાં ભારત દેશના તમામ જુદા જુદા રાજ્યોની બાર કાઉન્સિલના કેટલાંક પડતર પ્રશ્ર્નોની ચર્ચા-વિચારણા કરવા તેમજ તે અંગે મિટિંગના અંતે નક્કી થયા મુજબ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને અસરકારક રજૂઆત કરવા તમામ રાજ્યોના બાર કાઉન્સિલના ચેરમેનો, વા.ચેરમેનો તથા અન્ય પ્રતિનિધિઓને આમંત્રણ આપી મિટિંગનું આયોજન કરવામાં આવનાર છે. તે અંગેની તમામ સત્તા ચેરમેન વા.ચેરમેન અને એક્ઝિકયૂટિવ ચેરમેનને આપવાનું ઠરાવવામાં આવ્યું હતું.