રાજ્ય સરકાર દ્વારા જામનગર સહિત વિવિધ જિલ્લાઓમાં 37 જેટલા નાયબ પોલીસ અધિક્ષકોની નિમણૂંકના ઓર્ડર કરવામાં આવ્યા છે અને રાજ્યમાં ખાલી રહેલ નાયબ પોલીસ અધિક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે.
સીધી ભરતીથી નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી) વર્ગ-1 સંવર્ગમાં અજમાયશી ધોરણે નિમણૂંક પામેલા વર્ષ 2017 – 2021 અને 2022 ની બેચના અજમાયશી અધિકારીઓની તાલીમનો સમયગાળો પૂર્ણ થયેલ હોય. તેમને વિવિધ જિલ્લાઓમાં નિમણૂંક આપવામાં આવી છે. જેમાં પાટણના અજમાયશી નાયબ પોલીસ મિત વિરેશ રૂદલાલને જામનગર એસસી/એસટી સેલ નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂંક અપાઈ છે. તેમજ ગીર સોમનાથના અજમાયશી પોલીસ અધિક્ષક વિસ્મય પરેશભાઈ માનસેતા ને દેવભૂમિ દ્વારકા એસસી/એસટી સેલ નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂંક અપાઈ છે.
આ ઉપરાંત જામનગર અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયાને અમરેલી એસસી/એસટી સેલ નાયબ પોલીસ અધિક્ષક તરીકે તથા દ્વારકાના અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક જનેશ્ર્વરસિંહ પ્રતાપસિંહ નલવાયા ને ડાંગ એસસી/એસટી સેલ નાયબ પોલીસ અધિક્ષક તરીકે મુકાયા છે.