એસ્સાર ગ્લોબલ ફંડ લિમિટેડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર એસ્સાર કેપિટલ લિમિટેડએ મેટલ્સ એન્ડ માઇનિંગ વ્યવસાય માટે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે શ્રી અનિલ કુમાર ચૌધરીની નિમણૂકની જાહેરાત કરી હતી. તેઓ એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય બનશે તથા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મેટલ્સ એન્ડ માઇનિંગ વર્ટિકલમાં રોકાણની વ્યૂહરચના અને વૃદ્ધિને આગળ વધારવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે.
ચૌધરી અગાઉ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (એસએઆઈ એલ)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા તથા ઇન્ટરનેશનલ કોલ વેન્ચર્સ લિમિટેડ (આઇસીવીએલ) અને એમજંક્શન સર્વિસીસ લિમિટેડના ચેરમેન છે. તેઓ સ્ટીલ રિસર્ચ એન્ડ ટેકનોલોજી મિશન ઓફ ઇન્ડિયા (એસઆરટીએમ આઈ)ના પ્રેસિડન્ટ પણ છે. અત્યારે તેઓ પીએચડીસીસી આઈની મિનરલ્સ એન્ડ મેટલ્સ સમિતિના ચેરમેન છે. 37 વર્ષથી વધારેનો બહોળો અનુભવ ધરાવતા ચૌધરી અગ્રણી મેટલ્સ અને માઇનિંગ વ્યવસાય સાથે ઉત્કૃષ્ટ રેકોર્ડ ધરાવે છે. પોતાની વર્તમાન ભૂમિકામાં તેઓ એસ્સાર કેપિટલના મેટલ્સ એન્ડ માઇનિંગ વર્ટિકલ માટે વ્યૂહાત્મક વ્યવસાયિક યોજના તથા એની વૃદ્ધિ અને મૂલ્ય સર્જન યોજના બનાવશે અને એનો અમલ કરશે.
આ નિમણૂક પર મેટલ્સ એન્ડ માઇનિંગના વાઇસ ચેરમેન અને ઓપરેટિંગ પાર્ટનર જે મહેરાએ કહ્યું હતું કે, અમે અનિલને એસ્સાર પરિવારમાં આવકારીએ છીએ તથા દ્રઢપણે માનીએ છીએ કે, તેઓ લીડરશિપ અને બિઝનેસ કામગીરીઓના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ ટ્રેક રેકોર્ડ ધરાવશે તથા મેટલ એન્ડ માઇનિંગ વ્યવસાયોને નવી ઊંચાઈ પર લઈ જશે. અમે એસ્સારમાં તેમનું નોંધપાત્ર પ્રદાન મેળવવા અને તેમનો નવો દ્રષ્ટિકોણ મેળવવા આતુર છીએ.એસ્સાર કેપિટલનું મેટલ એન્ડ માઇનિંગ વર્ટિકલ પર્યાવરણને અનુકૂળ સમાધાનો પ્રદાન કરવા કટિબદ્ધ છે, જે પેલેટ પ્રદાન કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે. વર્ટિકલ ભારત અને અમેરિકામાં વિવિધ પ્રોજેક્ટ વિકસાવવા અને અમલ કરવાના અગ્રણી તબક્કામાં છે. ઉપરાંત વર્ટિકલે બંને ભારત અને મધ્ય પૂર્વ વિસ્તારમાં આયર્ન અને સ્ટીલ બનાવવામાં પ્રવેશ કર્યો છે.