દ્રારકા જિલ્લાના ભાણવડમાં ઘણા વર્ષોથી ક્રિકેટ ગ્રાઉન્ડ માટે અનેક રજૂઆતો કરવા છતાં હજુ સુધી ક્રિકેટ ગ્રાઉન્ડના પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.
જેમાં જણાવામાં આવ્યું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં છેલ્લા 10 વર્ષથી ક્રિકેટ ગ્રાઉન્ડનો અભાવ છે અનેક વખત રજુવાત કરવામાં આવી હોય ત્યારે ભાણવડના ક્રિકેટ રસિકોને ખાનગી વાડી અને નાના બાળકો ભાણવડ એસ.ટી ડેપોમાં ક્રિકેટ રમતા હોય છે છેલ્લા 10 વર્ષથી ભાણવડ ક્રિકેટ રસિકો ક્રિકેટ ગ્રાઉન્ડ માટે માગણી કરી રહ્યા છે ત્યારે હજુ સુધી ભાણવડમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ન મળતા આજરોજ ભાણવડ ક્રિકેટ રસિકો દ્રારા ભાણવડ મામલતદાર આવેદનપત્ર પાઠવા આવ્યુ હતું….