Monday, December 23, 2024
Homeવિડિઓધંધુકામાં યુવાનની હત્યાના વિરોધમાં ધ્રોલમાં આવેદનપત્ર

ધંધુકામાં યુવાનની હત્યાના વિરોધમાં ધ્રોલમાં આવેદનપત્ર

ધ્રોલ સ્વયંભૂ બંધ: જામનગરમાં કલેકટરને આવેદનપત્ર

- Advertisement -

ગુજરાતના ધંધુકામાં હિન્દુ યુવાનની હત્યાના બનાવ બાદ કેસમાં હત્યારાઓને કડકમાં કડક સજા આપવા ધ્રોલ ગામ સ્વયંભૂ બંધ પાડયું હતું. રેલી દ્વારા હિન્દુ સેનાએ આવેદન પત્ર પાઠવ્યું હતું તેમજ જામનગરમાં હિન્દુ જાગરણ મંચ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ગુજરાતના ધંધુકાના હિન્દુ યુવાન કિશનભાઈ ભરવાડની હત્યાના બનાવમાં યુવાને પોસ્ટ શેર કર્યા બાદ માફી માંગી હવેથી આવી પોસ્ટ શેર નહીં કરે તેવું જણાવ્યા પછી વિધર્મી શખ્સો દ્વારા સરાજાહેર હત્યા નિપજાવવામાં આવી હતી. આ હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડયાં હતાં અને ધ્રોલમાં વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું હતું અને હિન્દુ સેનાના નેજા હેઠળ વિશાળ રેલી યોજી આવેદનપત્ર પાઠવી હત્યારાઓનો ફાસ્ટે્રકટ કોર્ટમાં કેસ ચલાવી અને કડકમાં કડક સજા આપવાની માંગણી કરી હતી.

- Advertisement -

તેમજ જામનગર હિન્દુ જાગરણ મંચના પ્રમુખ ભરતભાઈ ફલીયા સહિતનાઓએ કલેક્ટર કચેરી ખાતે સુત્રોચ્ચાર કરીને વિધર્મી દ્વારા કિશનભાઈની હત્યા કરવામાં આવી છે. આવા બનાવો દિવસે ને દિવસે દરેક શહેર અને ગામમાં બને છે. તેને સખ્તાઈથી દબાવી દેવામાં આવે અને જે હત્યારાઓ છે તેને કાયદાનું ભાન કરાવવામાં આવે તેમજ આ બનાવની ઉંડાણપુર્વકની તપાસ થાય તો ઘણા બધા સંકળાયેલા હોય તેવું લાગે છે. હત્યારાઓએ ષડયંત્રના ભાગરૂપે ઘટનાને અંજામ આપ્યો હતો. સંસ્થાએ વિવિધ બનાવમાં અમદાવાદ-મુંબઈના બે મૌલવીની ભુમિકા હોવા અંગે આશંકા વ્યક્ત કરીને મુખ્યમંત્રી-ગૃહમંત્રી અંગત રસ લઈને સત્ય બહાર લાવે તેવી માંગણી કરી છે. અને હત્યારાઓનેે ઝડપી લઇ કડક પગલાં ભરવામાં આવે તેવું આવેદનપત્ર કલેકટરને પાઠવ્યું હતુ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular