Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરપ્રાથમિક શાળાના શિક્ષકો માટે 8 કલાકના સમયનો નિર્ણય રદ્દ કરવા આવેદનપત્ર

પ્રાથમિક શાળાના શિક્ષકો માટે 8 કલાકના સમયનો નિર્ણય રદ્દ કરવા આવેદનપત્ર

જામનગર મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષકસંઘ દ્વારા મ્યુ.કમિશનરને રજૂઆત

- Advertisement -

તા.1/9/20ર1 થી પ્રાથમિક શાળાઓમાં જુદા-જુદા જિલ્લાઓમાં શાળાનો સમય પ્રાથમિક શિક્ષકો માટે 8 કલાકનો રાખવા સૂચના થયેલ છે. આપના દ્વારા અન્ય વિભાગના કર્મચારીઓ 8 કલાક નોકરી કરતા હોય તો પ્રાથમિક શિક્ષકોએ પણ 8 કલાક નોકરી કરવી જોઈએ તેવું વલણ જાહેર કર્યું છે. જયારે સરકારના પરિપત્રમાં આરટીઇ એકટ 2009ની જોગવાઈને લઈને શિક્ષકો માટે 8 કલાકનો સમય કર્યો હતો.

- Advertisement -


ઉપરોકત વિગતે આરટીઇ એકટ 2009 અન્વયે ગુજરાતમાં તેની અમલવારી 2010 થી કરવામાં આવી હતી. જે તે સમયનાં ગુજરાતના મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા શિક્ષણમંત્રી આનંદીબેન પટેલ તથા શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓએ 8 કલાકનો સમય રાખવાનો નિર્ણય કરેલ પરંતુ શિક્ષકોને લાગણી અને સંઘોની રજૂઆતના અંતે આરટીઇ એકટના કુલ કામના કલાકો પ્રાથમિક વિભાગ માટે 800 અને ઉચ્ચ પ્રાથમિક માટે 1000 કલાકો પૂર્ણ થતા હોઈ શિક્ષકોએ 8 કલાક શાળામાં ફરજ બજાવવાની જરૂરિયાત રહેતી નથી તેવો નિર્ણય કરી 8 કલાક શાળામાં આવવાનો નિર્ણય સ્થગિત રાખવામાં આવ્યો હતો.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા 11 વર્ષથી ઉપરોકત નિર્ણય મુજબ અમલવારી કરવામાં આવતી હતી ત્યારે હાલમાં સરકાર દ્વારા શિક્ષકોની લાગણી કે માન્ય શિક્ષક સંઘો સાથે કોઈપણ પ્રકારની ચર્ચા વિચારણા કર્યા વગર આ નિર્ણય શિક્ષકો ઉપર થોપી દેવામાં આવ્યો છે.

વિશેષમાં વર્ષોથી આ પ્રકારના સમયપત્રક અને કામની પધ્ધતિથી જોડાયેલા શિક્ષકોના સમાજજીવન, પારીવારિક જીવન તેમજ શિક્ષકોની તંદુરસ્તી અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસરો પડવાની પણ શકયતાઓ છે. ઉપરોકત પરિસ્થિતિમાં સદર બાબતે પુન: વિચારણા કરી પ્રાથમિક શિક્ષકો માટેનો શાળાનો સમય 8 કલાકનો નિર્ણય રદ કરવા જામનગર મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા, મહામંત્રી રામશીભાઈ ચાવડા સહિતના હોદ્ેદારો દ્વારા મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular