જામનગરમાં વિશ્વ હિન્દુ બજરંગ દળ દ્વારા ગૌરક્ષા અનુસંધાને જોડિયા અને ધ્રોલના માર્ગો પર ગૌવંશની કતલખાને લઈ જવાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં 13 ગૌવંશને કતલખાને લઈ જતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સ્થાનિક ગૌ રક્ષા ટિમ દ્વારા સોયલ ટોલનાકે પોલીસ સાથે કતલખાને લઈ જવાતા 13 ગૌવંશ મળી આવ્યા હતા.
આ દરમ્યાન કેટલાક આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. અને આ ઉપરાંત આ ગુન્હામાં હજી પણ એક આરોપી જયસુખભાઈ પરમાર મહિનાઓ વીતી ગયા છતાં પણ મળી આવ્યો નથી. જેથી તાત્કાલિક આ આરોપી ખુલ્લેઆમ ફરી રહ્યો હોય અને જેને ઝડપી પાડી ગૌવંશ ને કતલખાને મોકલવામાં શુ રોલ હતો. આ તમામ બાબતે નિષ્પક્ષ તપાસ કરવા માટે દિવાળીના તહેવારો દરમ્યાન જ કલેક્ટર કચેરીએ અને પોલીસ અધિકક્ષક કચેરીએ આવેદન આપીને તાત્કાલિક કડક પગલાં લેવા માટે રજુઆત કરાઈ છે. આ વેળાએ સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળના સંયોજક રવિરાજસિંહ જાડેજા , જામનગર શહેર મંત્રી સુબ્રમણ્યમ પિલ્લે, બજરંગ દળ જિલ્લા સંયોજક પ્રિતમસિંહ વાળા, શહેર સંયોજક વિમલભાઈ જોશી, વિહિપ ગૌરક્ષા સંયોજક ધર્મેન્દ્રસિંહ વાળા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી , વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર-પ્રસાર વિભાગના જિલ્લા સંયોજક કિંજલભાઈ કારસરીયા, દિલીપસિંહ ચૌહાણ, અજયસિંહ જાદવ, ધ્રોલના પુનાભાઈ વરુ, જે.જે.જાડેજા આ ઉપરાંત જોડિયા બજરંગ દળ સહ સંયોજક બિપિનભાઈ વકાતર તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળના અગ્રણી કાર્યકરોએ આવેદનપત્ર પાઠવી ગૌવંશની કતલ માટે કતલખાના સુધી પહોંચે તે પહેલાં ગૌવંશ બચાવાયા છે. ત્યારે આ ગૌવંશને કતલખાને મોકલવામાં જે સામેલ છે.અને ફરાર છે તેને ઝડપી તેમજ તમામ આરોપીઓને આકરામાં આકરી સજા કરવા રજુઆત કરી છે.