જામજોધપુર તાલુકા સસ્તા અનાજ એસો. દ્વારા પોતાની પડતર માંગણીને લઇને આવેદનપત્ર પાઠવી આગામી તા.2 થી પૂરવઠા જથ્થાની વિતરણ વ્યવસ્થા બંધ કરવાની અપાયેલી ચિમકી આપવામાં આવી હતી.
જામજોધપુર સસ્તા અનાજ એસો. દ્વારા પોતાની વિવિધ પ્રશ્ર્નોની છેલ્લા બે વર્ષ થયા પડતર માંગણીઓમાં સરકાર ઉદાસીનતા દાખવતી હોય જેમને લઇ જામજોધપુર સસ્તા અનાજ વેપારી એસો. દ્વારા જામજોધપુર મામલતદારને આવેદનપત્ર આપી તા.2/10/2022 થી ગુજરાતભરના સસ્તા અનાજના દુકાનદારો રેશનીંગનો જથ્થો વિતરણ નહીં કરવાનો નિર્ણય લીધો હોશય તેમને સમર્થનમાં જોડાશું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કોરોના કાળમાં મૃત પામેલ એસો.ના પરિવારને 25 લાખની સહાય આપવી દરેક એક કટે એક કિલો ઘટ ગણતરીમાં લેવા તથા કમિશનમાં વધારો કરવા સહિતના વિવિધ દશ પ્રશ્ર્નોનો નિરાકરણ લાવવા માંગણી કરી હતી.