View this post on Instagram
જિલ્લા ચૂંટણી તંત્ર, જામનગર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બી.કે.પંડ્યાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગરના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ તથા કર્મચારીઓએ “બોલો ભાઈ ચુંટણી આવી. વીડિયો ફિલ્મ અને મતદાન જાગૃતિ સાથેની સ્લોગન વીડિયો ક્લિપ તૈયાર કરી નાગરિકો વધુમાં વધુ મતદાન કરે તે માટેની પ્રેરણા આપી હતી. વિડીયોમાં કલેક્ટર બી.કે.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓએ નાગરિકોને અચૂક મતદાન કરવા અપીલ કરી છે. આ બંન્ને વીડિયોના કાવ્ય અને સ્લોગન જિલ્લા પંચાયત, જામનગરમાં નાયબ ચીટનીશ સેજપાલ શ્રીરામ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને આ વીડિયોના માધ્યમથી જામનગરવાસીઓને તા.7ના રોજ અચૂક મતદાન કરવા અપીલ કરાઈ છે.