કાલાવડના યુવાનને બ્લેકમેઇલ કરી મરવા મજબુર કરવાના કેસમાં અદાલત દ્વારા આરોપી પતિ-પત્નીની આગોતરા જામીન અરજી અદાલત દ્વારા રદ કરવામાં આવી છે. મૃતક યુવાને મરતાં પહેલા આરોપીઓના ત્રાસથી જીવન ટૂંકાવી નાખવા અંગે પરિવારના સભ્યો પાસેથી માફી માંગતું વિડીયો પણ વાયરલ થયો હતો.
View this post on Instagram
આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના કાલાવડ ગામે રહેતા નરેશભાઇ નાથાભાઇ મહિડા દ્વારા કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તા. 8-12-2024ના રોજ તેમના ભાઇ મહેશભાઇ મહિડાએ ગળાફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યું છે અને આત્મહત્યા કરી છે. ફરિયાદીએ તેમના ભાઇના મોબાઇલની તપાસ કરતાં તેમાંથી વિડીયો મળી આવ્યો હતો. જે વિડીયોમાં આરોપીઓ મનસુખભાઇ દુદાભાઇ વાણિયા અને લક્ષ્મીબેન મનસુખભાઇ વાણિયા તેમના પડોશી થતા હોય અને તેઓ તેમના ઉપર વારંવાર દુ:ખ ત્રાસ આપતા હોય, ખુબજ બ્લેકમેઇલ કરતાં હોય અને હેરાન કરતા હોય જેથી તેઓએ આત્મહત્યા કરી છે તેવી ફરિયાદ આરોપીઓ સામે નોંધાઇ હતી. ફરિયાદ દાખલ થતાની સાથે આરોપીઓએ અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.
મૃતકે બનાવેલ વીડિયોના આરોપીના ત્રાસના કારણે આત્મહત્યા કરવા ફરજ પાડેલ છે. તેવું જાહેર કરી પરિવારજનો પાસે માફી પણ માંગી હતી અને તેની છોકરીનું ધ્યાન રાખજો તેવી ચિંતા પણ વ્યકત કરી હતી. આ કેસમાં આરોપીઓની આગોતરા જામીન અરજી અદાલતમાં કેસ ચાલતા અદાલતે તમામ દલિલો રેકોર્ડ અને જે વિડીયો વાયરલ થયો છે તે તમામ ધ્યાને લઇ ફરિયાદ પક્ષે થયેલ દલિલો માન્ય રાખી આરોપી પતિ-પત્નીની આગોતરા જામીન અરજી રદ કરી હતી. આ કેસમાં ફરિયાદ પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા તથા નિતેશભાઇ મુછડીયા રોકાયા હતા.