જામનગરના પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 306, 323, 294(ખ), 506(2), 114 તથા જીપી એકટ 135(1) કલમ મુજબ મૃતકના સાસુ દ્વારા નોંધાવેલી ફરિયાદમાં તેણીની બાજુમાં રહેતી ચકુબેન સંજયસિંહ પીંગળ (દરબાર) ફરિયાદીના દિકરાની વહુ મરણ જનારને પોતાના ઘર પાસે બોલાવી જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપી ખોટા આક્ષેપો કરી તથા જાહેરમાં ગાળો આપી તથા લાકડી વડે માર મારી, વાળ પકડી ધસડી તથા શરીરે વીખોડીયા તથા ચીટલા ભરી તથા અપશબ્દો બોલી જીભાજોડી કરી અને ચારિત્ર્યહિનના ખોટા આક્ષેપો કરી મરવા મજબૂર કરી પોતે સળગી ગયેલ અને તે અંગેનું એક્ઝિકયુટીવ મેજી. પાસે મરણોન્મુખ નિવેદન આપ્યા બાદ મોત નિપજ્યું હતું. જેમાં ઇન્દુબા ઉર્ફે ચકુબેન સંજયસિંહ પીંગળએ પોતાને જેલમાં ન જવુ પડે તે માટે આગોતરા જામીન પર મુક્ત થવા માટે અરજી જામનગરની અદાલતમાં દાખલ કરી હતી. જેમાં ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવની ધારદાર દલીલ તેમજ અલગ-અલગ હાઇકોર્ટના તથા સુપ્રિમકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઇ રજૂઆત કરી હતી. જે તમામ દલીલ તથા ચુકાદાઓને ધ્યાને લઇ જામનગરની અદાલત દ્વારા રૂા. 50 હજારના આગોતરા જામીન પર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસમાં આરોપી ઇન્દુબા ઉર્ફે ચકુબેન સંજયસિંહ પીંગળ તરફે ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, ડેનિશા એન. ધ્રુવ, ધર્મેશ વી. કનખરા, વિપુલ સી. ગંઢા, આશિષ પી. ફટાણીયા, ધ્વનિશ એમ. જોશી રોકાયા હતાં.