Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરધણખુંટને ક્રૂરતાપૂર્વક કતલખાને મોકલનારની આગોતરા જામીન અરજી નામંજૂર

ધણખુંટને ક્રૂરતાપૂર્વક કતલખાને મોકલનારની આગોતરા જામીન અરજી નામંજૂર

- Advertisement -

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં પુનાભાઇ હીરાભાઇ વરુ કે, જેઓ જીવદયા ગ્રુપ સાથે સંકળાયેલા હોય, તેઓને તા. 21-6-21ના રોજ જાણવા મળેલ કે, જોડિયા તાલુકાના હડિયાણા ગામથી એક ટ્રકમાં ગેરકાયદેસર રીતે ધણખૂટ પશુ ભરીને ધ્રોલ તરફ લાવવામાં આવે છે. જેથી પુનાભાઇ વરુ દ્વારા જીવદયા ગ્રુપમાં સંકળાયેલ મિત્રોને જણાવેલ અને પુનાભાઇ વરુ તેમજ તેના મિત્રો સોયલ ટોલનાકા ઉપર આ અંગેની વોચમાં હતા તે દરમિયાન સાંજના અરસામાં જામનગર રોડ તરફથી એક શંકાશીલ ટ્રક આવતાં જોઇ તેને અટકાવેલ અને સદરહુ ટ્રકને ઉપરથી તાલપતરી બાંધેલ હતી. જે ખોલી જોતાં ટ્રકમાં અબોલજીવ ધણખૂટ ભરેલ જોવામાં આવતા તુરંત જ પુનાભાઇ વરુ અને તેના મિત્રો દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં આ અંગેની માહિતી આપવામાં આવી હતી. જેથી ધ્રોલ પોલીસ સ્ટેશનના જવાબદાર કર્મચારીઓ દ્વારા પંચો રુબરુ સદરહુ ટ્રકનું પંચનામુ કરવામાં આવ્યું હતું.

ડ્રાયવર અને તે સિવાયના બે ઇસમો હાજર હોય તેમની પૂછપરછ કરતાં તેઓ દ્વારા જણાવામાં આવેલ કે, સદરહુ અબોલ જીવને જોડિયા તાલુકાના હડિયાણા ગામના જયસુખભાઇ પરમારે ભરી આપેલ હોવાનું જણાવ્યું હતું અને સદરહુ જીવ ધણખૂટને ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જવાના હોય, જેથી પોલીસ દ્વારા જીવ ધણખુટને જીવદયાના ગ્રુપની મદદથી છોડાવી અને ગૌશાળામાં રખાવી ધ્રોલ પોલીસ સ્ટેશનમાં પશુઓની સાચવણી અંગે અધિનિયમની કલમ 6(એ), 6(1) (3), 6(એ) (4), 8 (2), 11 તેમજ જીપી એકટની કલમ 119 તળેની ફરિયાદ નોંધાવી હતી. જેના અનુસંધાને પોલીસ દ્વારા ફરિયાદ રજીસ્ટરે લઇ આરોપીઓ અશોક રામસિંગ વલવી, હાન્યા જીરયા વલવી, નંદલાલ બોડા પાવરા, આનંદ ગેનુ નાયક અને જયસુખભાઇ રણછોડભાઇ પરમારવાળાઓ વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. સદરહુ આરોપીઓ પૈકી જયસુખભાઇ રણછોડભાઇ પરમાર દ્વારા આગોતરા જામીન ઉપર મુક્ત થવા જામનગરની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી.

જેમાં કોર્ટ દ્વારા બન્નેપક્ષોની દલીલોને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા એનિમલ ક્રુઅલ્ટીના કેસો અટકાવા સબબ નિમણૂંક પામેલ સ્પેશ્યલ સરકારી વકીલ ગિરીશભાઇ ગોજીયાની દલીલો ધ્યાને લઇને જામનગરના મે. પ્રિન્સીપાલ સેશન્સ જજ ત્યાગી દ્વારા આરોપી જયસુખભાઇ રણછોડભાઇ પરમાર દ્વારા કરવામાં આવેલ આગોતરા જામીન નામંજૂર કરવાનો હુકમ ફરકાવવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular