આજથી એટલે કે 15 જુનથી ગુજરાતમાં લવ જેહાદ વિરોધી કાયદાનો અમલ કરવામાં આવશે. ગુજરાતમાં લોક-લાલચ,બળજબરી પૂર્વક કોઇ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરાવવામાં આવશે નહી. અને આવી પ્રવૃતિઓ પર રોક લાગે તે માટે રાજ્ય સરકારે લવ જેહાદ વિરોધી કાયદો અમલમાં મુક્યો છે.
ગુજરાતમાં છેલ્લાં ધણા સમયથી લવજેહાદની ઘટનાઓ બની રહી છે, ત્યારે અન્ય રાજ્યમાં લવજેહાધના કાયદાને લઇને માંગ ઉઠી હતી. આ સંદર્ભે આ વર્ષે ગુજરાત બજેટ સત્રમાં લવ જેહાધના કાયદા માટે મૂકવામાં આવ્યું હતું. અને કાયદાને મંજુરી મળી ગઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા.15મી જૂનથી આ કાયદાનો અમલ કરવા જાહેરાત કરી હતી.
કાયદા હેઠળ માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી બળજબરી તેમજ છેતરપિંડીથી થયેલા લગ્ન કોર્ટ દ્વારા રદ કરાશેગુજરાતમાં લોભ-લાલચ, બળજબરી કે કોઇ પણ પ્રકારની હિંસાના પ્રભાવ હેઠળ કોઇ પણ વ્યક્તિને ધર્મ પરિવર્તન ન કરાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા ‘ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-ર૦૦૩’નો રાજ્યમાં અમલ થઇ રહ્યો છે.
આ કાયદા હેઠળ શું શું જોગવાઈ રહેશે?
ગુનો કરનાર, કરાવનાર, મદદગાર, સલાહકારને પણ સજા થશે.
બળપૂર્વક, લલચાવીને, કપટથી ધર્મ પરવિર્તન નહીં થઈ શકે
દોષિતને 3 વર્ષથી 5 વર્ષ સુધીની કેદ, રૂ.2 લાખ દંડની જોગવાઈ
સગીર, સ્ત્રી, SC, STના કેસમાં 4થી 7 વર્ષ કેદની જોગવાઈ
સગીરા, અનુસૂચિત જાતિ કે અનુસૂચિત આદિજાતિની મહિલા ભોગ બની હોય તો 4થી 7 વર્ષ સુધીની કેદ અને ઓછામાં ઓછો 3 લાખનો દંડ થશે.
કાયદા હેઠળના ગુના બિનજામીનપાત્ર ગુના ગણાશે