જામનગર શહેરના કૈલાસનગર વિસ્તારમાં રહેતી યુવતિ ઘરેથી જાણ કર્યા વગર જતી રહેતી લાપતા થયેલી યુવતીની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં હરીયા કોલેજ પાસે આવેલા કૈલાસનગર વિસ્તારમાં રહેતા અને મજુરીકામ કરતા જેન્તીભાઇ રણછોડભાઇ સીતાપરા નામના યુવાનની પુત્રી નયનાબેન જેન્તીભાઇ સીતાપરા (ઉ.વ.22) નામની યુવતિ શુક્રવારે વહેલી સવારના સમયે તેણીના ઘરેથી કોઇને જાણ કર્યા વગર જતી રહી હતી અને ત્યારબાદ યુવતિના પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં પતો લાગ્યો ન હતો. જેથી યુવતિના પિતા દ્વારા સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા એએસઆઇ ટી.કે. ચાવડા તથા સ્ટાફે લાપતા થયેલી નયનાબેનની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


