દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના જુદા જુદા વિભાગમાં ફરજ બજાવતા પી.એસ.આઈ. હેડ કોન્સ્ટેબલ, સહિતના અધિકારીઓ, કર્મચારીઓની સામુહિક બદલીઓના ઓર્ડર કરવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસ.ઓ.જી. વિભાગમાં ઇન્ચાર્જ પી.આઈ. તરીકે ફરજ બજાવતા પી.એસ.આઈ. પી.સી. સીંગરખીયાને પોલીસ કંટ્રોલરૂમના ઇન્ચાર્જ સાથે એસ.ઓ.જી. વિભાગનો પણ વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ભાણવડના પી.એસ.આઈ. પી.ડી. વંદાને રીડર ટુ એસડીપીઓ, વાડીનારના યુ.બી.અખેડને કલ્યાણપુર પી.એસ.આઈ. તરીકે, એમ.આર. સવસેટાને કલ્યાણપુરથી ભાણવડ, ડી.એન. વાંઝાને ઓખાથી દ્વારકાધીશ મંદિર સુરક્ષા વિભાગમાં તેમજ ખંભાળિયાના પી.એસ.આઈ. એ.બી. જાડેજાને વાડીનાર ખાતે બદલીના ઓર્ડરો કરવામાં આવ્યા છે.
આ સાથે રિઝર્વમાં રહેલા પી.આઈ. જે.જે. ચૌહાણને દ્વારકા પોલીસ મથક ખાતે મૂકવામાં આવ્યા છે. જ્યારે અહીં ઇન્ચાર્જ તરીકે રહેલા પી.એસ.આઈ. આકાશ બારસીયાને તેમના આ હવાલામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા 41 કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તથા એ.એસ.આઈ.ની આંતરિક બદલીના હુકમો પણ કરવામાં આવ્યા છે.