Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતશનિવારે વરસાદનો બીજો રાઉન્ડ, કચ્છ-ઉત્તર ગુજરાતમાં અતિ ભારે

શનિવારે વરસાદનો બીજો રાઉન્ડ, કચ્છ-ઉત્તર ગુજરાતમાં અતિ ભારે

ગુજરાતમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં 59 ટકા વરસાદ વરસ્યો

- Advertisement -

રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી હળવો વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક છૂટોછવાયો અને ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ફરીવાર ચોમાસાના બીજા રાઉન્ડના સંકેતો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. શનિવારથી અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. રાજ્યમાં ગઉછઋની 13 ટીમ અને જઉછઋની 21 પ્લાટૂન તહેનાત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ, શુક્રવારે સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.

- Advertisement -

શનિવારે બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. એ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. મંગળવારે રાત્રિના 12 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ સહિત છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, દાહોદ, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular