મુંબઇ અને માંડવા વચ્ચે એક કલાકની રો-રો ફેરી ચાલી રહી છે. જેની શરૂઆત 2020માં થઈ હતી. જે સફળ નિવડતા વધુ એક નવીસેવા સાથે કોંકણના વધુ એક વિસ્તારોને જોડવાની યોજના છે. ભવિષ્યમાં શ્રીવર્ધન અને માંડવા જેવી નવા જેટી પણ સામેલ કરવામાં આવશે. ત્યારે 1 સપ્ટેમ્બરથી મુંબઇ થી કોંકણ સુધી રો-રો ફેરીની શરૂઆત થશે.
મુંબઇ થી કોંકણની મુસાફરોને સરળ બનાવવા 1 સપ્ટેમ્બર થી મુંબઇથી કોંકણ સુધી રો-રો ફેરી સેવા શરૂ થઈ રહી છે. જેનાથી મુંબઇથી રત્નાગિરી જયગઢ માત્ર -4 કલાકમાં અને સિંધુદુર્ગના વિજય દુર્ગને 5-6 કલાકમાં જોડશે. જેની નિરીક્ષણ શિપિંગ મંત્રી નિતેશ રાણેએ કર્યુ અને તેને કોંકણનું ગૌરવ ગણાવ્યું હતું.
મુંબઇથી કોંકણની મુસાફરી સામાન્ય રીતે લાંબી અને લોકોને થકવી નાખે તેવી હતી ત્યારે આ સેવાની શરૂઆત થતા મુસાફરોને રાહત અનુભવાશે. મુંબઇ-ગોવા હાઈ-વે બાદ હવે દરિયાઈ માર્ગ કોંકણના લોકો માટે એક નવી ભેટ હશે. આજે ગણેશ ચતુર્થીના આ સેવાની શરૂઆત થવાની હોય પરંતુ, ખરાબ વાતાવરણના કારણે તે હવે 1 સપ્ટેમ્બરથી શરૂ થશે. શિપિંગ મંત્રી એ જણાવ્યું હતું કે, ટેસ્ટ રન પછી ફેરી સવારે 06:30 વાગ્યે ભાઉ ચા ધક્કા ટર્મિનલથી રવાના થશે. ફેરીમાં 50 ફોરવ્હીલર અને 30 ટુ વ્હીલર લઇ જઇ શકાય છે. સામાન્ય રીતે રોડ મારફતે જે મુસાફરી 10-12 કલાક લાગતા લાગતા તે મુંબઇથી વિજયદુર્ગ પહોંચવા માટે હવે માત્ર 5-6 કલાક લાગશે.
રો-રો ફેરીના ભાડા વિશે જાણીએ તો તેમાં ઈકોનોમી કલાકમાં પ્રતિ વ્યક્તિ 2500 રૂપિયા, પ્રીમિયમ ઈકોનોમીમાં વ્યક્તિદીઠ 4000 રૂપિયા અને બિઝનેસ કલાકમાં વ્યક્તિદીઠ 7500 રૂપિયા જ્યારે ફર્સ્ટ કલાસ પ્રતિ વ્યકિત 9000 રૂપિયા રહેશે. જ્યારે કાર લઇ જવા માટે 6000 ટુ-વ્હીલર લઇ જવા માટે 1000 અને સાયકલ માટે રૂા.600 ચૂકવવાના થશે.


