જામનગર શહેરમાં લાલપુર બાયપાસ નજીક આવેલી બારીયા પીરની દરગાહનું વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના અધિકારીઓ તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગુપ્ત ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી વહેલીસવારે 4 વાગ્યે કરવામાં આવી હતી. તંત્ર દ્વારા વધુ એક ધાર્મિક સ્થળનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.