Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારખંભાળિયાના ટોલનાકા નજીક વધુ એક વખત સર્જાયેલી બબાલથી ભારે ચકચાર

ખંભાળિયાના ટોલનાકા નજીક વધુ એક વખત સર્જાયેલી બબાલથી ભારે ચકચાર

ખંભાળિયા નજીકના જામનગર માર્ગ પર આવેલા ટોલ નાકે ગઈકાલે સાંજે વધુ એક વખત બઘડાટી બોલી જવા પામી હતી. જોકે આ અંગે આજે સવાર સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

- Advertisement -

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાથી આશરે સાત કિલોમીટર દૂર જામનગર હાઈ-વે પર આવેલા ટોલ ગેઈટ પાસે ગઈકાલે રવિવારે સાંજે એક બોલેરો ચાલક તથા તેમાં સવાર મુસાફરો અને સામા પક્ષે ટોલ ગેઈટ સંચાલક સ્ટાફ વચ્ચે કોઈ બાબતે બોલાચારી થઈ હતી. જેણે થોડી જ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બબાલમાં સામસામે પક્ષે મારામારી અને હાથાપાઈ પણ થઈ હતી. જેમાં કેટલાક વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ત્યારે આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ બનાવ બનતા આ માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. જો કે આ અંગે આજે સવાર સુધી ધોરણસર પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. ત્યારે ટોલનાકા પર થયેલી આ વધુ એક બબાલે શહેરભરમાં ભારે ચર્ચા જગાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular