જામનગરના હિંમતનગર વિસ્તારમાં રહેતા વેપારી યુવાને વ્યાજે લીધેલા બે લાખની રકમની ઉઘરાણી પેટે વ્યાજખોરોએ પતાવી દેવાની ધમકી આપી આઠ ચેક બળજબરીથી પડાવી લીધાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના હિંમતનગર વિસ્તારમાં રહેતા રીશીતકુમાર કિશોરકુમાર પટેલ નામના વેપારી યુવાને વર્ષ 2019 માં ઓસમાણ હુશેન કુંગડા પાસેથી માસિક 15%ના ઉંચા વ્યાજે બે લાખની રકમ લીધી હતી. આ રકમના સિકયોરિટી પેટે વ્યાજખોરે બળજબરીપૂર્વક આઠ ચેક પડાવી લઇ પતાવી દેવાની ધમકી આપી હતી. તેમજ બળજબરીથી રૂપિયા કઢાવી લેવા માટે વેપારીને ગાળો કાઢી સિકયોરીટી પેટે આપેલો ચેક રિટર્ન કરાવી ચેક પેટે મોટી રકમ ભરવા ધમકી આપી હતી. વ્યાજખોર દ્વારા ધમકી અપાતા વેપારી યુવાન દ્વારા પોલીસમાં જાણ કરાતા પીએસઆઈ એ.વી. વણકર તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.