જામનગરની જી.જી. હોસ્પિટલના મ્યુકરમાઈકોસિસના વધુ એક દર્દીનું મૃત્યુ થતાં મૃત્યાંક 12 થયો છે. હોસ્પિટલમાં કોઇ નવો કેસો નોંધાયો ન હતો. દાખલ 59 દર્દીઓ પૈકી 1 દર્દી પર સર્જરી કરવામાં આવી હતી.
જામનગરની કોવિડ હોસ્પિટલમાં ગત તા.8 મે ના રોજ દાખલ થયેલા શહેરના 50 વર્ષિય પુરૂષ દર્દી સારવાર બાદ કોવિડ નેગેટિવ પણ થઈ ગયા હતાં. જે બાદ તેને મ્યુકરમાઈકોસિસ લાગુ પડતા તેની સારવાર ચાલી રહી હતી. દર્દીની સાથે સાથે બન્ને કીડની ફેઈલ હોવાથી ડાયાલીસીસની સારવાર ચાલતી હતી. ઉપરાંત તેને હાર્ટની તકલીફ અને ડાયાબિટીસ પણ રહેતું હતું. દરમિયાન દર્દીનું બપોરે મ્યુકરમાઈકોસિસની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના કારણે માત્ર ચાર દર્દીઓના મૃત્યુ થયા છે. અન્ય દર્દીઓની બીજી ગંભીર બીમારી હોવાનું સામે આવ્યું હતું. જી. જી. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં નોંધાયેલા 252 જેટલા મ્યુકરમાઈકોસિસના દર્દીઓ પૈકી 179 દર્દીઓની મેજર સર્જરી કરવી પડી હોવાનું ડોકટરોએ જણાવ્યું છે.
જામનગરમાં મ્યુકરમાઈકોસિસમાં વધુ એક દર્દીનું મોત
કોરોના નેગેટિવ બાદ મ્યુકરમાઈકોસિસમાં સારવાર : બન્ને કીડની ફેઈલ