ઓકટોબરમાં સાઉથ આફ્રિકામાંથી મળેલો કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ હાલ વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ફ્રાન્સમાંથી વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ફ્રાન્સમાંથી કોરોનાનો વધુ એક નવો વેરિએન્ટ મળી આવ્યો છે. ઓમિક્રોનની જેમ આ વેરિએન્ટમાં પણ 46 જેટલા મ્યુટેશન જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકો દ્વારા આ વેરિએન્ટને બી1.640.2 ઓળખ આપવામાં આવી છે. જો કે, આ નવા વેરિએન્ટની સંક્રામકતા કેટલી છે તે હજુ જાણી શકાયું નથી જે અંગે વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરવામાં આવી રહ્યું છે. ઓમિક્રોનની દહેશત વચ્ચે આ નવા વેરિએન્ટે સમગ વિશ્વને ચિંતા વધારી દીધી છે. જો કે, સંશોધન હજુ પ્રાથમિક સ્ટેજમાં છે. તેની વધુ વિગતો બહાર આવ્યા બાદ આ નવા વેરિએન્ટની ઘાતકતા અંગે જાણી શકાશે. વિશ્વ આરોગ્ય સંસ્થાને પણ આ નવા વેરિએન્ટ અંગેની જાણ કરી દેવામાં આવી છે.
ફ્રાન્સમાં એક નવા વેરીયન્ટની ઓળખ થઈ છે. આ નવા વેરીયન્ટથી દક્ષિણ ફ્રાન્સમાં 12 લોકો સંક્રમિત થયા છે. વૈજ્ઞાનિકોએ તેની ઓળખ બી.1.640.2ના સ્વરૂપમાં કરી છે. આ નવા વેરીયન્ટમાં અત્યાર સુધીમાં 46 મ્યુટેશન જોવા મળ્યા છે. આ કેટલો ખતરનાક છે અને તેના સંક્રમણનો દર કેટલો છે ? તેની વિગત સામે આવી હતી. જે વ્યકિતમાં નવો વેરીયન્ટ મળ્યો છે તે કેમરૂનથી પાછા આવ્યા હતા. એવામાં આ સંક્રમણ દક્ષિણ આફ્રિકા દેશોમાં ફેલાય શકે છે. કોરોનાના વારંવાર નવા વેરીયન્ટ આવી રહ્યા છે.