Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરયુવા ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા યુવાઓ માટે વધુ એક સરાહનિય પગલું

યુવા ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા યુવાઓ માટે વધુ એક સરાહનિય પગલું

જામનગર ખાતે જિલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાશે

- Advertisement -

જામનગર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી અને ધારાસભ્ય રિવાબા જાડેજાના સંયુકત ઉપક્રમે આગામી તા. 1રના રોજ સવારે 10-30 કલાકે આઇટીઆઇ કેમ્પસ જામનગર ખાતે જિલ્લાકક્ષાના મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે. તેમજ નોકરીદાતાઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ રોજગાર ભરતી મેળામાં 33 જેટલી કંપનીઓ સહભાગી થઇ 560 લોકોને રોજગારીની તકો પૂરી પાડશે.

- Advertisement -

આ મેગા રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે ઇચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયોડેટા, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફસ, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, આઇટીઆઇ કેમ્પસ, એસટી ડેપો સામે, જામનગર આ સ્થળ પર સમયસર હાજર થવાનું રહેશે. તેમ ધારાસભ્ય રિવાબા જાડેજાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular