જામનગર શહેરમાં ઢીંચડા રોડ પર આવેલા મુરલીધરનગરમાં રહેતાં અલ્તાફભાઇ બોદુભાઇ સમા નામના યુવાનની પુત્રી સાન્યા અલ્તાફ સમા (ઉ.વ.19) નામની યુવતી ગત્ તા. 21 નવેમ્બરના સવારના સમયે તેના ઘરેથી માલ સામાન લેવા માટે દુકાને જવાનું કહીને નીકળ્યા બાદ લાપત્તા થઇ ગઇ હતી. ત્યારબાદ લાપત્તા યુવતીની પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. બાદમાં પોલીસમાં જાણ કરાતા પીએસઆઇ વી. બી. બરસબિયા તથા સ્ટાફએ લાપત્તા યુવતીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


